________________
ધમ્બિલ કુમાર કરવાને નિમિત્તે મટે ઓચ્છવ માંડ્યો, અને તે દિવસે એક ને આઠ કુમારિકાઓને જમવાને નાતરી, તેમજ શહેરમાં રહેનારી દરેક વેશ્યાઓને વસંતસેનાએ આમંત્રણ કર્યું. આખો દિવસ રંગ રાગ અને નાચ ગાનમાં પસાર કરી ધામધુમથી ઓચ્છવ પૂર્ણ કર્યો. વસંતતિલકા અને ધમ્મિલને પણ તેમાં ભાગ લેવાને બોલાવ્યા. અકકાની દાસીઓએ તેણીના હુકમ પ્રમાણે બધાંની સરભરા વ્યવસ્થાપૂર્વક કરી. એચ્છવમાં ને ઓચ્છવમાં દિવસ પૂર્ણ થયો, પછી બધાને જમવાને બેસાડયાં. ઉત્તમ જાતિનાં પકવાન્ન કે જેમાં ઘારી, ઘેબર, જલેબી, મગજ, મગદળ, પૂરી, બરફી, લાડુ વગેરેની અનેક જાતો હતી, તે સિવાય અનેક જાતનાં શાક, દાળ, ભાત, કરં બે વગેરેથી સર્વેને જમાડીને તૃપ્ત કર્યા. તે પછી છેવટનાં પાન, સોપારી આપીને સર્વને વિદાય કર્યા અને બાલિકાઓને શ્રીફળ ને પાન આપ્યાં. એવી રીતે આનંદમાં રાત્રીને પ્રથમ પ્રહર વ્યતિત થયે. છેવટે સર્વેએ મદિરાપાન કર્યું, તેમજ અકકાએ કપટવડે કરીને ધમિલ અને વસંતતિલકાને ચંદ્રહાસ મદિરા દાસી મારફતે પીવરાવી દીધી, જેથી તેઓ જેવાં પિતાના પલંગ ઉપર શયનગૃહના ઓરડામાં ગયાં કે સુતાની સાથેજ અચેતન જેવાં થઈ ગયાં. એવી રીતે અકકાનું એક કામ તે પાર પડ્યું. અકકાએ પછવાડેથી તપાસ કરી તો બને નિખ જેવાં થઈને પડ્યાં હતાં. મદિરાના પ્રતાપથી તે બેભાન જેવી સ્થિતિમાં હતાં.
પિતાના એકાંત ખંડમાં આવીને આસ્તેથી વસંતસેના–અક્કાએ બુમ મારી. “દાસી ! એ દાસી” જવાબમાં બેત્રણ અક્કાની માનિતી દાસી થાક-શ્રમથી બારીએ રાત્રીનો છંડે પવન લેતી હતી તે આવીને એકદમ હાજર થઈ. “શું છે બાઈ સાહેબ?”
જુઓ! તમારે બે ત્રણ જણેએ મળીને એક કામ કરવાનું છે. કામ ગુપ્ત છે. કોઈ ન જાણે તેમ કરવાનું છે.” અક્કાએ આસ્તેથી પિતાની પાસે બેસાડીને દાસીઓને કહ્યું.
“ઘણું સારૂં બાઈ સાહેબ ! પણ તે કામનું નામ?” એક મુખ્ય દાસીએ કહ્યું.