________________
૧૦૨
ધમ્મિલ કુમાર. ભવની ખાધેલ હું તે મારું વચન શું ફેગટ જશે એમજને? છોકરી !. તને પાળી ઉછેરીને મેટી કરી તેનું આજ ફળ! કેમ ખરુંને? હું જે કહેતી હઈશ તે તારા હિતનેજ માટે! તારૂં અહિત કરીને મારે શું તારી પાસેથી રાજપાટ લેવું છે?”
- “રાજપાટ તે નહિ, પણ મારું અહિત કરીને તમારે ધનવાને લુંટીને દ્રવ્ય તે અવશ્ય ભેગું કરવું છે, કેમ ખરુંને માડી ! ઘરમાં આટઆટલું અનગળ દ્રવ્ય છે, છતાં તારી તૃષ્ણાને પણ હદ છે? હજી કેટલું દ્રવ્ય મને ભિન્ન ભિન્ન પુરૂષના પડખામાં ચુંથાવી ભેગું કરવા ધાયું છે? યાદ રાખજો ! મુવા પછી પાપથી પેદા કરેલું એ દ્રવ્ય કેઈની પાછળ જતું નથી, પણ કરેલું પાપ તે અવશ્ય કર્તાની પાછળ જાય છે.”
દીકરીની વાણી સાંભળીને ડોસી ઝંખવાણું પડી. નકકી છોકરી હવે હાથમાંથી ગઈ, તે મારું કહેવું માનશે નહિ, પણ અત્યારે તે હવે મૌન રહેવું એજ ઠીક છે. અનુકૂળ સમય મેળવીને એને રસ્તો સાફ કરી નાંખીશ. જે કાર્ય આમ ખુલ્લી રીતે ન બની શકે તેવું હોય તેને કપટથી પાર પાડવું, પણ બનેને છુટાં તે અવશ્ય પાડવાં અને છુટા પડશે ત્યારે જ તેને ગમ ભૂલાશે. અન્યથા હવે વારંવાર એને કહેવું વૃથા છે. “ઠીક છે દીકરી! અત્યારે તે જા. મારા કહેવા ઉપર તું હજી પૂરતો વિચાર કરજે અને પછી મને કહેજે.” તરતજ રેષાતુર વસંતતિલકા પોતાના ઓરડા તરફ ચાલી ગઈ. ડેસી વસંતસેના તે દેખાણું ત્યાં લગી તેના તરફ જોઈ રહી. “ઠીક છે ! તું પણ જે કે હું શું કરું છું.” તે મનમાં ગણગણી.
પ્રકરણ ૧૮ મુ.
ધમ્મિલને યુતિવડે ઘરમાંથી બહાર કાઢવે.
હલકા જન હલકાઈ કરે, લીયે પલકમાં લાજ;
ઉતરાવે છે પાઘડી, માંકડ કરી સમાજ.” અકકા વસંતસેનાએ પિતાની પુત્રી વસંતતિલકાને ધમિલને