________________
ધમ્મિલ કુમાર.
૧૦૦ - “શું કરવું? શું કરવું શું? તારે એને પાણિગું નાળિ યેર આપી દેવું, તેને છોડી દે ! એના કરતાં સવાયા કઈક ધનાત્યના કુંવરે તારા દર્શન માટે તલસી રહ્યા છે. મેં માગ્યા દામ આપવાને આતુર થઈ રહ્યા છે.” ડોશી અકકાએ ખુલાસો કર્યો.
પણ માડી ! એમ શા માટે કરવું જોઈએ? એણે આપણને પુષ્કળ દ્રવ્ય આપ્યું છે. આપણા ઘરમાંનું ઘણું ખરું દ્રવ્ય તો એનાથીજ આવેલું છે ને હવે એને આપણાથી કેમ છોડી દેવાય?”
“ દ્રવ્ય આપ્યું એમાં નવાઈ શું કરી, બેટા ! તને ખબર છે કે એ દ્રવ્યના બદલામાં તારા સરખી અસરાએ એને પોતાનું કૅમાર્યવ્રત આપેલું છે. આજ સુધી તારા સ્ત્રીત્વપણાનો નિરંકુશપણે મેં ભગવટ થવા દીધું છે. એ દ્રવ્યના બદલામાં તેં એને સુખ આપવામાં શું મણ રાખી છે?” અકળાએ ખુલાસાથી વસંતતિલકાને કહી સંભળાવ્યું. તે સુંદરી તે ધમિલની માથક અને વેશ્યાની પુત્રી વસંતતિલકા હતી. ડેશી અકકાનું નામ વસંતસેના હતું.
“તો હવે ભલે એજ તેને ભગવટો કરે. આપણા ઘરમાં ધનની શું કમીના છે? જીંદગી પર્યત ખાતાં પીતાં ને મુક્ત હાથે વાપરતાં ખુટે તેમ નથી. વળી તે નિર્ધન થયો તે તે આપણાથીજ થયે. આજ સુધી તેનું લુણ ખાધું અને હવે તેના નિર્ધનપણામાં તેને છોડી આપણે લુણહરામ થવું ? માતા આવું વચન બોલવું તને શોભે છે?” વસંતે કહ્યું.
પણ તું આપણા ધંધાની વાત કાંઈ સમજે છે કે એમજ બકે છે? ખ્યાલ રાખજે, આપણે તે વેશ્યાને બંધ કહેવાય. એકને એક ઠેકાણે પડી રહી તેમાં ડુબી મરવાનું કામ આપણું ન હાય. છોકરી ! એનામાં તે શું જોયું છે ? જે તારા માટે કેટલાએ નવજુવાને તરફડીઆ મારી રહ્યા છે. તે અવનવા પુરૂષે ભોગવી સંસારની મજાહ ભેગવ! દ્રવ્ય સંપાદન કરીને આપણી તિજોરીનું તળીઉં તર કર. આપણા આવા અણમોલ ધંધાને ખ્યાલ કર.”
એવી વાત તું મારી આગળ ના કર, તને ખબર છે? મારૂં ચિત્ત તે એ ધમ્મિલમાંજ લાગેલું છે. મારું જીવિતવ્ય મેં એનેજ