________________
ધમ્મિલકુમાર.. : “દીકરી ! આમ આવ. આજે તને એક ખાનગી વાત કહે વાની છે–સલાહ દેવાની છે.” ડેશીએ–તેની માતાએ કહ્યું.
“શી સલાહ દેવી છે? માડી !” માતાની પાસે બેઠક લેતાં તે તરૂણી બેલી.
પિતાની સંદર્ય સંપન્ન દીકરીના હાવભાવ, તેનું લાલિત્ય -પાંડિત્ય જોઈ ડોશીને ઉમળકો આવ્યા. “અહો ! આવી કળાકુશળ છોકરીથી તે આપણે રોજ હજારો રૂપિયા પેદા કરીએ.” તે મનમાં ગણગણું, પણ પાછી વળી તે એકજ ઠેકાણે વળગેલી–ચંટેલી હેવાથી અકળાણી.
બેટી! આજે તને એક સલાહ દેવી છે. કદાચ તે તને કડવી તે લાગશે, પણ હું શું કરું? આપણે કુળાચાર તું ભૂલી ગઈ છે. નહિ જેવી વાતમાં તું ફસાઈ ગઈ છે.”ડેશી બોલતાં બોલતાં અટકી, દીકરીના હદય ઉપર પિતાના કથનની શું અસર થાય છે તે જોવાને તેણુના ચંદ્રવદન તરફ એકાગ્ર દષ્ટિથી જોયા કર્યું. સમજાવટથી કે શિરજોરીથી પોતાનો નિશ્ચય આજે તેને પાર પાડવો હતો, જેથી ધીરજથી ડોશીએ વાર્તાની શરૂઆત કરીને દીકરીનું વલણ કઈ બાજુએ ઢળે છે તે જાણવાને તેણુએ અંતરચક્ષુને ઉપયોગ કરવા માંડ્યો.
એટલે માડી ! તું શું કહેવા માગે છે? ઝટ કહે; તારી વાત સાંભળવાને મને હમણાં વખત નથી.” દીકરીએ બેપરવાઈથી ડેશીને કહ્યું.
દીકરીનું વચન સાંભળીને જમાનાની ખાધેલ પકકી ડોશી ચમકી, મનમાં ગણગણી, ગુસ્સે થઈ; પણ એકદમ તડને ફડ કરવાથી પોતે ફાવી શકે તેમ નહોતું. તેથી તે લેહીને ગોટ ગળી ગઈ; અને પોતે જાણે કાંઈ થયું ન હોય તેમ શાંતપણે ધીરજથી બેલી
હજી હમણુંજ તને બેલાવી, એટલીવારમાં તું ઉતાવળ કરે છે? દીકરી!પોતાની માતા સામે તારા સરખી છોકરીઓ ઉદ્ધતાઈ કરે ને માતાના ઉપકારે અત્યારથી ભૂલી જાય એ કાંઈ સારું ન કહેવાય !”,
માતાનાં એવા શબ્દોથી દીકરી કાંઈક શાંત થઈ. “પણ માતા!