________________
વસંતસેના. તેના પતિ સંબંધી અનેક વાત કરતાં હતાં, જેને જેમ ફાવે તેમ બોલતું હતું. આ બધું તે સાંભળતી અને ધીરજથી કાળ નિર્ગમન કરતી હતી, અને ધમ્મલ જે જે મંગાવતો તે તે મેકલે જતી હતી. વળી પાછું ધન આવવાથી વેશ્યાની મા અક્કા ખુશી થઈ અને ધન્મિલનું ચિત્ત પણ પ્રસન્ન થયું. એમ કરતાં કરતાં કેટલાક સમય પસાર થઈ ગયે અને યશામતિ પાસેથી ધન પણ ખુટી ગયું. ત્યારે છેવટે તેણીએ પોતાનાં અંગનાં આભૂષણ પતિને મોકલાવ્યાં. તે આભૂષણ અક્કાએ પાછા મોકલાવ્યાં, અને તેણે મનમાં ધાર્યું કે હવે ધમ્મિલ નિધન થઈ ગયો છે, માટે તેને રસ્તે કરી નાખવો જોઈએ.”
વેશ્યાએ પાછા મોકલેલાં આભૂષણે યશોમતિએ લીધાં, પણ હવે ઘરમાં ધન બધું ખલાસ થવાથી પતિને કાંઈ મોકલાવી શકી નહિ. ઘર હાટ વગેરે જે સ્થાવર મિલકત હતી તે સર્વ વેચી નાંખી તેનું દ્રવ્ય કરી લીધું અને પોતે છેવટે અહીં એક ઉપાય નહિ રહેવાથી માણસોને રજા આપી પિયર આવી. ત્યાં માતાપિતાએ દુઃખભર આંસુએ હુવરાવી અને હદય સાથે ચાંપી એ દુ:ખી દીકરીને આશ્વાસન આપ્યું. ધનલક્ષ્મીથી ભરેલા મોટા ઘરે દીકરીને આપી છતાં દીકરી એશિયાળી થઈને ઘરે આવી, જેથી યશોમતિની માતા ધનદત્તા શેઠાણ રડી પડ્યાં, ધનવસુ શેઠને પણ બહુ લાગી આવ્યું કે છતે જમાઈએ દીકરીને વિધવા જેવી સ્થિતિ જોગવવાનો સમય આજે આવ્યો. હા! પણવિધિની અચળ સત્તા આગળ સૌ કોઈ લાચાર છે.
પ્રકરણ ૧૩ મું
વસંતના. “મા! મા ! આજે અત્યારમાં શામાટે મને બોલાવી?” એક સંદર્યસંપન્ન રમણુએ પોતાના મકાનના એક ખાનગી ખંડમાં પ્રવેશ કરતાં સામે બેઠેલી વૃદ્ધ ઉમરની પોતાની માતાને કહ્યું. ૧૩