________________
હાથનાં કર્યા હૈયે વાગ્યાં.
૭૭. બધી સંસારની જંજાળ છે! ખાલી ભ્રમજાળ છે! એવી ભ્રમજાળમાં બંધાઈ આત્મા અજ્ઞાનતાથી દુર્ગતિમાં જાય છે.” શેઠે કહ્યું,
હા ! સ્વામિ ! મેહ દુર્નિવાર છે. યશોમતિને–એ કેળના ગર્ભસમી વહુને જોઉ છું ને હદયમાં સળગું છું. બિચારી એકલી એકલી ખૂણે બેસીને એકાંતમાં રડે છે. મુંઝાઈ રીબાઈ મરે છે. હાય! એ દુ:ખ તે કેમ સહ્યું જાય? દુનિયામાં બધાં દુ:ખ કરતાં વિયેગનું દુ:ખ અતિ તીવ્ર હોય છે. જેને અનુભવ હોય તેજ એની કિંમત સમજી શકે છે. દુખિયાના દુઃખની સુખિયાને શી ખબર હોય?” સુભદ્રા નિ:શ્વાસ ઉપર નિ:શ્વાસ નાંખતાં બેલી.
એના નિવારણ માટે બીજે શું ઉપાય છે? દૈવ આજે આપણી ઉપર રૂઠયું છે. તેથી જ પુત્રનું ચિત્ત ઘર ઉપરથી ઉઠયું છે, અત્યારે તો ધીરજ ધરીને ધર્મનું અવલંબન લેવું એજ આપણને અને વહુને ઉચિત છે. ધર્મસાધન કરતાં વિધિની ઈચ્છા હશે તો કોઈ દિવસ વહુને સુખના દહાડા આવશે. નાહક શેક સંતાપ કરવાથી એનું પરિણામ શું આવશે?”
અરે પ્રભુ! હા દેવ ! છોકરે વેશ્યાગામી થય–ફરાચારી થયે, ધન પણ ખલાસ થયું; છતાં ધાર્યું તે આખરે દેવનું જ થયું. હવે બિચારી વહુને સુખના દિવસો ક્યારે આવે ? છોકરો ઘરે જ્યારે પાછો આવે ?”
એ તો ભવિષ્યના પડદાની વાત છે, દેવની ઈચ્છાને આધિન છે. માણસે દેવને અનુકૂળ કરવું હોય, પ્રતિકૂળ થયેલ વિધિને સાસુકૂળ કરવો હોય તો તેણે ધર્મમાર્ગનું અવલંબન કરીને ધીરજથી સમય વ્યતિત કરે. કાળાંતરે વિધિ અનુકૂળ થાય છે ત્યારે ભાગ્યના પાશા સવળા થાય છે. હૃદયના ઉંડાણમાં રહેલી એ અભિનવ ઉમિઓ સમયાંતરે પૂર્ણ થાય છે. તારે તો વહુને ધીરજનું અવલંબન આપીને ધર્મમાર્ગે જોડવી, જેથી તેના ચિત્તમાં વૈરાગ્યનો રંગ લાગતાં, જિનેશ્વરના વીતરાગપણની મહાન પ્રભા તેણીના આત્મામાં પ્રવેશ કરશે, જેથી તેનું મેહબંધન શિથિલ થશે અને તેના વિરહવ્યાકુળ આત્માને કાંઈક શાંતિ મળશે.”