________________
શિવવિપ્ર. બંધ થવાથી અંદર પવન જતા અટક ને સર્પ મુંઝાયે, જેથી તે પવન લેવાની ઈચ્છાએ બીલમાંથી બહાર નીકળ્યો, અને તેના ચરણને દંશ દીધો. તેના દંશથી શીકારીએ પગ ઉપાડી લીધો ને સર્પ બહાર નીકળ્યો. ઝેર ચઢવાથી પર્વતની માફક એ શીકારી સપની ઉપર જ તુટી પડ્યો. તેથી એ સર્પ પણ ત્યાંજ ચગદાયે. સર્પ દંશેલો એ વ્યાધ પણ મતની ગડભાંગ કરતા ત્યાંજ હંમેશને માટે પડી રહ્યો ને ઝેરમિશ્રિત છુટેલા બાણે હાથીને ત્યાંજ વિધી નાંખે, ને લક્ષમી તે મરેલા હાથીનાં મસ્તકમાંજ પડી રહી. આ દ્રશ્ય ત્યાંથી જતા કેઈ વિદ્યારે જોયું. તે આશ્ચર્યથી મસ્તક ધૂણાવવા લાગ્યો ને નીચે પ્રમાણે વિધિને દૂષણ આપતે બે. “અહે!
अभूदिभस्य हृद्यन्य-दूहन्यस्यान्यत्पुनर्हदि । अहेश्चान्यद्विधिस्त्वन्य-दैव चक्रे तदस्य धिक् ॥ १॥
ભાવાર્થ—“હે વિધિ હાથીના હૃદયમાં શું હતું? શીકારીએ શું વિચાર કર્યો હતો? સાપે શું ધાર્યું હતું? છતાં એ ત્રણેથી વિરૂદ્ધ તે તારૂં જ ધાર્યું કર્યું. એકેને મરથ તે પૂરે થવા દીધો નહિ; તારો જ ક ખ કર્યો. તારી એ ચેષ્ટાને ધિક્કાર છે!”
હાથીનું આ વૃત્તાંત સાંભળીને તે સૌમ્ય ! તું ધર્મને વિષે બુદ્ધિ ધારણ કર. જગતનું આવું ક્ષણિક સ્વરૂપ જાણતાં છતાં ભાઈ ! તું શા માટે દુઃખી થાય છે?” | લક્ષમી અને સ્ત્રીથી પરાક્ષુખ થયેલ શિવ બ્રાહ્મણ મુનિના ઉપદેશથી વૈરાગ્ય પામીને ચારિત્ર ગ્રહણ કરી શિવસુખને ભજનારે થયે.”
આ પ્રમાણે શિવ બ્રાહ્મણનું દ્રષ્ટાંત સાંભળીને હે પ્રાણનાથ ! વિચારીને કાર્ય કરનારા પણ દુદેવના વશે કરીને દુઃખી થાય છે. એમાં મારે પણ શું દોષ ? ”
એવી રીતે એક બીજા કથાવડે દિલાસો દેતાં હૃદયના દુ:ખને શાંત કરતાં પોતાને વખત વ્યતિત કરતાં હતાં. કાષ્ટની અંદર રહેલે કીડો જેમ કાષ્ટને કેરીને પિલું કરી મૂકે છે, તેમ પુત્રની ચિતાએ તેમનાં એ વૃદ્ધ શરીર ખાધેલા ચીભડાની સમાન સત્વ વગરનાં