________________
ધમ્મિલ કુમાર - કર્યું, તેમાં દેવીએ મુઠી ભરીને યવ નાખ્યા. યવને જોઈને પિતાના. જાતિ સ્વભાવથી એ બ્રાહ્મણની ધીરજ જતી રહી ને કેપથી કહેવા લાગ્યું કે “નવા નવા કવડે સ્તુતિ કરવા છતાં તે પ્રસન્ન થઈને માત્ર મુઠીભર જવજ આપ્યા. અરે! તારા કરતાં તો ગામમાં ભિક્ષાવૃત્તિ કરું છું તેમાં પણ મને સારું મળે છે. તારે માટે આટઆટલાં કષ્ટ સહન કરીને અહીં આવ્યા , છતાં તે તો મને મુઠીભર જવજ આપ્યા. ખચીત જ દેવતાઓ પર્વતની માફક દરથી જ મનહર જણાય છે. મારે તો હવે રોજની ભિક્ષાવૃત્તિજ ઠીક છે. દુઃખે કરીને આરાધવા છતાં તારું આવું અ૫ ફળ મારે ન જોઈએ. આ તારા વિરસ જવ તનેજ મુબારક હો.” એમ વિચારીને યોને દેવી તરફ ફેંકી દેતે ત્યાંથી ચાલ્યો. જેથી દેવીએ કુદ્ધ થઈને યંત્રવાહીકળાકુશળ મનુષ્ય જે પત્થરને દૂર ફેંકી દે તેમ તેને દૂર પટકી દીધો.
ક્ષણવારમાં આંખ ઉઘાડીને તેણે જોયું તો એ પ્રાસાદે નહોતા, દેવી પણ નહોતી અને યેગી પણ નહોતા! “આ શું થયું?”
એમ વિચારતે તે ચારે તરફ ધ્યાનથી જોવા લાગ્યો. દુઃખી થઈને પિતાનાં વસ્ત્ર તપાસવા લાગ્યો, તે વસ્ત્ર બે ચાર યવ ચેટેલા દેખ્યા, પણ આશ્ચર્ય ! એ યવ તે ઉત્તમ જાતિના સુવર્ણના હતા એટલે તેને અફસ થયે. “હા ! હું હણાય ! વગર વિચાર્યું મેં આ શું કર્યું ? અરે ક્રોધથી મારી આંખે અંધ થઈ ગઈ હતી, કે જેથી દારિદ્રને હરણ કરનારા એવા દેવતાએ આપેલા યાને મર્મ હું સમજી શકે નહીં. હાય ! મારે આત્મા પોતેજ મારે શત્રુ થયો! મારું ભાગ્યેજ વક થયેલું છે કે જેથી ચાલી ચલાવીને લક્ષ્મી ઘરે આવતાં છતાં દુષ્ટ બુદ્ધિથી હું જ તેને ફેંકી દઉં છું. તે પછી બીજાને શું દેષ કાઢ? બસ, હવે જીવવાથી સર્યું !” એમ વિચારતે તે મરવાને માટે એક દિશા તરફ ચાલ્યો. જીવનથી કંટાળી ગયેલો તે ગાઢ વનમાં ગયો, ત્યાં નજીકમાં કેટલાક પુરૂને શબ્દ સાંભળવાથી તે તેમની પાસે ગયેતો તેમને કેદાળા લઈને ખાણ ખોદતા જોયા, તેથી તેણે પૂછયું. “ હે ભાઈએ ! આ દવાવડે શું કરો છો?”
“સાંભળ, તું કઈ પરદેશી જણાય છે. સમસ્ત દારિદ્રનો