________________
શિવ વિપ્ર. છે, તે ખરેખર ! આમના દર્શનથી હવે મારું દારિદ્ર પણ નાશ પામશે.” એમ વિચારીને તેણે ગીને દંડવત નમસ્કાર કર્યા. યેગીએ આશીર્વાદ આપ્યો. “વત્સ ! તું જલદી શ્રીમાન થા !”
ગુરૂ ! મને તો જન્મથી દારિદ્રજ વરેલું છે. મારેને લક્ષ્મીને તે વેરભાવ છે, આ ભવમાં અમારે સલાહ થાય તેમ નથી, તો મરૂભૂમિમાં તરૂવરની માફક આપની આશીષ અત્યારે તો વિરૂદ્ધ છે, છતાં પણ આપ કદાચ પ્રસન્ન થયા હશે તો સ્વયંવરાની માફક સકળ સિદ્ધિએ મને પ્રાપ્ત થશે.” શિવ બ્રાહ્મણે જણાવ્યું. .
ત્યારથી શિવવિપ્ર પ્રતિદિવસ વેગીની સેવાભક્તિ કરવા લાગ્યો. શરઋતુમાં તૃષાતુર થયેલો માણસ સરોવરને જોઈને પ્રસન્ન થાય તેમ યોગી શિવની ભકિતથી પ્રસન્ન થયા, અને કહ્યું. “હે વત્સ ! તું પાડાનું પુછ લાવ અને તેને તેલમાં પલાળીને સુકવ ! ”
યેગીની આજ્ઞા પ્રમાણે તેણે તેમ કર્યું. તે પછી ગીએ તેને જણાવ્યું કે-“હે વત્સ ! હું તને અલ્પકાળમાં કુબેરના જે ધનવાન બનાવી દઉં!” એમ બોલતાયેગી બ્રાહ્મણને લઈને જંગલમાં ચાલ્યા. દ્રવ્યની આશાવાળે વિપ્ર રસ્તામાં આવતા પત્થરે સાથે ઘસાવાથી રૂધિરવાળો થયે. એક તરફ ભયંકર ફણાપવાળા સપે કુફાડા મારી રહ્યા હતા, તેમજ કૂર પશુઓ આમ તેમ દોડાદોડી કરી રહ્યાં હતાં. એવા ભયંકર અરણ્યમાં ઝાડીની ઘટાને લઈને અંધારું આવતું તો પુછની મશાલ સળગાવીને તેઓ ચાલતા હતા. એવી રીતે રસ્તો કાપતા તે અનુકમે અટવીની બહાર આવ્યા. ત્યાં
ગીએ તેને એક મંદિર બનાવ્યું અને કહ્યું “હેવિપ્ર ! આસિધેશ્વરી દેવીનું મંદિર ! એને પ્રસન્ન કરીને જલદી તું રસકુંપિકા મેળવ.”
તેણે પણ નજીકમાં રહેલા બાગમાંથી પુષ્પો લાવીને દેવીની પૂજા કરી. બે હાથ જોડી નવીન કાવ્યવડે તેની સ્તુતિ કરી.
દેવીએ તેની ભક્તિની પરીક્ષા કરી પ્રગટ થઈ તેને કહ્યું. “હે વત્સ! તારી ઉપર હું પ્રસન્ન છું! માટે કંઇ વસ્ત્ર ધર, હું તને તારૂં ઈચ્છિત આપું.”
દેવીનું વચન સાંભળીને બ્રાહ્મણે પિતાનું કપડું પહેલું