________________
ધમ્મિલ કુમારહું હિતાહિત સઘળું ભૂલી ગઈ છું, મહિના પૂર જેલમાં ડુબી ગઈ . છું, તથા મારા આત્માને પણ હું ભૂલી ગઈ છું. કેવળ પૂર્વનાં કરેલાં કર્મો જ આ ભવમાં પ્રાણને ફળાફળ આપે છે એ ખરી વાત છે. પંડિત પુરૂષે પણ ઘણા વિચારપૂર્વક કાર્યનો આરંભ કરે છે, છતાં કાર્યની સિદ્ધિ તો દૈવને આધિન જ રહેલી હોય છે, કેમકે સાંસારિક સર્વ લક્ષ્મી દેવાધિન છે. ગુણવાન એવા પંડિત પુરૂષે પણ ભાગ્યવશે કરીને દુ:ખરૂપી ખાડામાં પડી જાય છે. દીકરો વ્યવહારમાં દક્ષ થશે એ આશાએ મેં તો આ કાર્ય કર્યું હતું, છતાં તે મારાજ દુઃખને માટે થયું, કે જેવું શિવ બ્રાહ્મણને થયું હતું.'
પ્રકરણ ૧૬ મું.
શિવ વિપ્ર.” શેઠે “તે શિવવિપ્ર કોણ થયે છે” એમ પૂછયું–ત્યારે શેઠાણીએ કહ્યું કે –
જ્યાં વનસ્પતિ, ફળ, ફુલ આદિએ કરી નવપલ્લવિત ભૂમિ છે એવા મગધદેશમાં સુગ્રામ નામે એક ગ્રામ હતું. ત્યાં સર્વે લેકે સુખી ને સંતોષી હોવાથી ગરીબોને મન શ્રીમન્તોનો હિસાબ પણ નહોતે, છતાં પણ જેમ મગ સારા છતાં તેમાંથી એકાદ કેરડુ નીકળે છે, તેમ પૂર્વના દુષ્કર્મના ઉદયે કરીને દરિદ્રાવસ્થાવાળો એક શિવ નામને વિપ્ર પિતાના દિવસે દુઃખમાં ગુજારતો હતો. બાલ્યાવસ્થામાં તેનાં માતપિતા મરણ પામવાથી એકાકી એ તે મહા દુખે પિતાનો નિભાવ કરી શકતા હતા. જગતમાં દરિદ્રાવસ્થા એ પ્રાય: સર્વે આપદાઓનું મૂળ છે, તેથી એ શિવ બહુજ ચિંતાતુર રહેતા હતો. “હા ! શું કરું? વનમાં જાઉં કે ઘરમાં રહું ? કે દૂર દેશાવર જતો રહું ?” ઈત્યાદિક ધન મેળવવાને માટે તે અનેક સંકલ્પ વિકલ્પ કરતા હતા.
એક દિવસ તે દુ:ખથી મુંઝાયેલ કાષ્ટ લેવાને માટે વનમાં ગયો. વનમાં વનેચરની માફક ભમતાં તેણે કઈયેગીને જોયા, જેથી તેને વિચાર થયો કે “ગીઓ હમેશાં રસસિદ્ધિના જાણનારા હોય