________________
ધમ્મિલ કુમાર. - શાંત થઈ ગયે. ઉત્તમ મંત્રવડે જેમ સર્પનું ઝેર નાશ પામી જાય તેમ એ બકરાનું સાંસારિક અજ્ઞાનરૂપી ઝેર નષ્ટ થઈ ગયું. શાંત થઈ છે અને વ્યથા જેની એવા બકરાને શાંતિથી ચાલ્યો આવતે જોઈને બ્રાહ્મણે વિસ્મય પામ્યા અને તે મુનિપુંગવ પાસે આવીને પૂછવા લાગ્યા. “હે મુને ! તમે આ બકરાને શું કહ્યું કે જેથી તે શાંત થઈ ગયે?” એ પ્રમાણે પૂછતાં તે બ્રાહ્મણને મુનિએ તે બકરાને કહેલ કથન કહી સંભળાવ્યું. તેવારે બ્રાહ્મણે બોલ્યા કે“તમારું કહેવું બક સમયે, પણ અમે તીવ્ર બુદ્ધિવાળા સમજી શક્યા નહિ, તો તેનું રહસ્ય શું છે? તે અમને સમજાવો.” એ પ્રમાણે બોલતાં વિપ્રોને છાગને પૂર્વભવ મુનિએ કહી સંભળાવ્યો.
તેનું આવું વૃત્તાંત અને પિતાની અવહેલના સાંભળીને જાતિમદથી કોપ પામેલા સર્વે બ્રાહ્મણ જાણે વડવાનળ અગ્નિ હોય તેમ કોધની જ્વાળાઓ વરસાવતા તે તપથી કૃશ થયેલા મુનિને ગાળો દેતા કહેવા લાગ્યા. “અરે ભિક્ષુ ! એ તું શું બકે છે? મદ્યપાન કરે લાની માફક યદ્વાતા બક્યા જ કરે છે. અમારે એ પિતા તે સ્વર્ગલેકમાં ગયેલ છે ને આ બકરે તો કોઈ બીજો છે. તે પોતાના મંત્રબળથી પ્રતિવર્ષે એક એક પશુને સ્વર્ગમાં મોકલતો હતો, એવા પુરૂષની દુર્ગતિ બેલતાં તારી જીભ તુટી પડતી કેમ નથી?”
અમૃતમય વાણુને વરસાવતા તે મહાપુરૂષ બલ્યા–“અરે બ્રાહ્મણે! તમે અજ્ઞાનવડે કરીને હમેશાં જૂઠુંજ બેલે છે અને જીવિતને નાશ થતો હોય તે પણ યતિએ જૂઠું બોલતા જ નથી. સ્વસ્થ થાઓ. તમારી શંકા એ બકરેજ પિતે દૂર કરશે. એને પૂર્વભવનું જ્ઞાન થયું છે, માટે એને બંધનમાંથી મુક્ત કરે ને તમારે ઘેર લઈ જાઓ. પિતાના ઘરમાં ગોપવેલું-દાટેલું ધન તમને તે બતાવશે.”
એ મહામુનિની આવી અદભુત વાણી સાંભળીને દ્વિજના પત્રિોએ તેને બંધનમુક્ત કર્યો અને વિસ્મય પામેલા તેઓ તેને પોતાને ઘેર તેડી ગયા. ઘરની અંદર જઈને જે જગ્યાએ ધન દાટેલું હતું ત્યાં તેણે પિતાની ખરીઓથી ઘા કરવા માંડ્યા; એટલે તેના પુત્રેાએ ત્યાં બેદીને ભૂમિના અંદર રોપવેલું ધન કાઢી લીધું.
- બકરાના નિમિત્તે જેમને જેમત ઉપર પ્રતીતિ ઉત્પન્ન