________________
ધમ્મિલ કુમાર---- શેઠે કહ્યું તેની વાત આ પ્રમાણે છે –
“કલ્લાક સન્નિવેશમાં સેમિલ નામે એક બ્રાહ્મણ રહેતે હતા. બાલ્યાવસ્થામાં તેને તેના માતાપિતાએ દારિદ્રયપણાથી તજી દીધું હતું, જેથી ઘેર ઘેર યાચના કરી માગી ખાતાં કાંઈક ધન એકઠું કરીને તે પરણે. ઘરસંસાર ભગવતાં અને ભિક્ષાવૃત્તિ ઉપર આજીવિકા ચલાવતાં અનુક્રમે તે પુત્રપૌત્રાદિકના પરિવારવાળો થયે. કેમકે જગતમાં જોવાય છે કે બીજ અ૫–સૂક્ષમ હવા છતાં વડલાનું વૃક્ષ ઘણા વિસ્તારવાળું હોય છે.
એક દિવસે તે બ્રાહ્મણે નિશાને અંતે વિચાર કર્યો કે “હું પહેલાં ગરીબ-દરિદ્રી હતા, તે હાલમાં કાંઈક ધન પાછું, તે પૂર્વે જેણે અનેક દુઃખ જોયાં છે એવા મને આવી કૃપણુતા ઉચિત નથી. કેમકે વિદ્યુતના ઝબકારાની માફક લક્ષમીની ચપળ ગતિને કેણ જાણે છે? માટે જે કે મારી પાસે અપ દ્રવ્ય છે તે પણ તે દ્રવ્ય અનુસાર હું એક સરેવર કરાવું કે જેથી મારી પાછળ પણ લેકે મને યાદ કરે.” આ પ્રમાણે વિચાર કરીને તેણે પોતાના ગામને પાદર એક ભવ્ય સરોવર-તળાવ બંધાવ્યું. ગ્રીષ્મઋતુ વીત્યાબાદ વર્ષાઋતુ આવી, ત્યારે મેઘના વરસવાથી તે સરેવર ચારે બાજુ જળથી છલોછલ ભરાઈ ગયું. તે જોઈને તેને વિચાર થયે કે“ખચીત આંખ સુંદર હોવા છતાં પણ ભગુટી વગર ભા પામતી નથી, તેમ આ રમણીય સરેવર કાંઠે તરૂવરે હોય તેજ શોભા પામે! અન્યથા જળથી પરિપૂર્ણ છતાં પણ એ શોભતું નથી.” આમ વિચારીને તેણે સરોવરને કિનારે સારાં સારાં વૃક્ષો રોપાવી તેને ઉછેરવા માંડ્યાં. તરૂવર ફાલી કુલીને તળાવની શોભામાં વધારે કરવા લાગ્યાં, એટલે ત્યાં એક દેવમંદિર બંધાવી બગીચ તૈયાર કરાવ્યા; ને મંદિરમાં પોતાના ઈષ્ટદેવની પ્રતિમા સ્થાપના કરી. પછી પ્રતિવર્ષ તે બ્રાહ્મણ પોતાના ઈષ્ટદેવની આગળ એક એક નિર્બળ બકરાને ભેગ આપી બળકર્મ કરવા લાગ્યો. પાપકર્મને ધર્મ માનતો તે બ્રાહ્મણ એમાં અધિક પ્રીતિ ધરવા લાગ્યું. “ખરે ! મિથ્યાદૃષ્ટિ જીવોને દયા કયાંથી હોય?”
કેટલાક કાળ એવી રીતે નિર્ગમન કરતાં મરણ સમયે તેણે