________________
ધમ્મિલ કુમાર..- હવે પછી મારી સાથે તારે પણ જિનેશ્વરની પૂજા કરવા અને સામાયિક પ્રતિક્રમણ કરવા હમેશાં આવવું, જેથી તારૂં ચિત્ત કાંઈક શાંત થશે, વૈરાગ્યથી સાંસારિક બંધને પણ શિથિલ થશે.” ' “ઘણી મજાની વાત છે, એવી રીતે ધાર્મિક ક્રિયામાં વ્યતિત થયેલે કાળજ આપણે લેખે થયેલ લેખાય. શુદ્ધ ભાવથી ઉપગપૂર્વક કરેલી શુદ્ધ ક્રિયાઓથી દુષ્કર્મો ભેદાશે અને આત્મા પાપકર્મથી રહિત બની સ્વચ્છ-નિર્મળ થશે.”
બરાબર છે. ધર્મથી પાપને નાશ થાશે, દુઃખ દૂર થશે, અને સુખના દિવસો આવતાં તારાં મનોરથ પણ પૂર્ણ થશે.”
તે તે કુદરતની મરજી હશે તેમ થશે, પણ આત્માએ પિતાની આત્મશુદ્ધિને અર્થે શુદ્ધ ધાર્મિક પ્રવૃત્તિ તો અવશ્ય કરવી જોઈએ; કારણ કે સુખનું મૂળજ ધર્મ છે. આત્માને પાપથી નિર્મળ બનાવીને-નિરકમ કરીને મુક્તિ જેવી અણમોલ વસ્તુ પણ ધર્મજ મેળવી આપે છે. માટે મારા આત્માના હિતને સારૂ યથાશક્તિ ધર્મ માર્ગમાં હું પણ આપની સાથે અવશ્ય જોડાઈશ.” યમતિએ સાસુનાં વચનને અનુમોદન આપ્યું.
“બેટા! ધીરજનાં ફળ મીઠાં જ હોય છે. વિધિ જે કરે છે તે સારંજ કરે છે. દુ:ખ એ મનુષ્ય જીવનની કસોટી છે. સુવર્ણ પણ પરીક્ષા આપવાને કસોટીએ કસાવું પડે છે, ત્યારે જ તેની કિંમત અંકાય છે, તેમજ દુઃખમાંજ મનુષ્યના ઘેર્યની કસોટી થાય છે; અને એ પરીક્ષામાં પસાર થતાં સ્વયમેવ સંગે તેને અનુકૂળ થાય છે. તારે અત્યારે ખરી પરીક્ષા આપવાને સમય આવ્યો છે. ધીરજથી સહન કરી ધર્મધ્યાન કરવામાં સમયને વ્યતિત કરીશ તે જરૂર ફતેહ પામીશ, સુખ પામીશ. સદ્દગુણ જીને કાંઈ કાયમ દુઃખ ઓછું જ હોય છે?”
સુભદ્રાશેઠાણું વહુને સમજાવીને ઉક્યાં અને બહાર આવ્યાં તો શેઠ બહાર જવાની તૈયારી કરી રહ્યા હતા, તેથી તેમની પાસે આવીને કહ્યું. “જુઓ, હવે છોકરે દ્રવ્ય મંગાવે તો એક કુટી કેડી પણ મોકલતા નહિ, હવે લગારે દયા લાવતા નહીં.