________________
ધમ્મિલ કુમાર હું પણ ઈચછું છું કે મારી એ દુ:ખી વહુ બધું ભૂલી જાય ! તેના હૃદયમાં શાંતિ થાય! અરે એ બિચારીએ આપણા ભર્યા ઘરમાં આવીને શું સુખ જોયું? એવી ગુણિયલ અને ડાહી વહ છે, છતાં એનાં ભાગ્યમાં દુ:ખ છે. આહા! શું વિધિની વિચિત્રતા છે!”
એ બધું સંસારનું નાટક છે, માટે તમે બન્ને સાસુ ને વહુ ધર્મમાર્ગનું અવલંબન કરે. હમેશાં પ્રભુપૂજા, સામાયિક, પ્રતિકમણ અને જ્ઞાનધ્યાનનો અભ્યાસ કરતાં મેહબળ કાંઈક ઓછું થશે હાલ તે જગતની મૃગજળની તૃષ્ણા છંડી, ત્રણ કાળ જિનપૂજન કરે, નમસ્કાર મંત્રનું ધ્યાન ધરે, સામાયિક કરી સમતાભાવને વરે અને શેષ ધન જે રહ્યું છે તેને સાત ક્ષેત્રમાં યથાશક્તિ વાપરે.” શેઠે સાસુવહુને ધર્મમાર્ગમાં જોડાવાને ઉપદેશ કર્યો.
“અત્યારે તો અમારી એજ ગતિ છે. દુખિયાને ધર્મ સિવાય બીજી શી ગતિ હેાય?”શેઠાણીએ કહ્યું.
શેઠાણને ધર્મમાર્ગને ઉપદેશ કરીને સુરેંદ્રદત્ત શેઠ તે સમય થઈ જવાથી બજારમાં જવાની તૈયારી કરવા લાગ્યા. શેઠના ઉપદેશની અસર શેઠાણને થઈ તે તરત જ ત્યાંથી ઉઠયાં અને યશામતિના ખંડમાં ગયાં. ત્યાં યશોમતિ બેઠી બેઠી ધર્મના પુસ્તકોને અભ્યાસ કરી રહી હતી. ત્યાં શેઠાણી મનમાં બોલ્યા.
અહો ! શી મારી સુલક્ષણા વહુ છે ! ઉભય કુળને અજવાળે તેવી છે.” પછી ખુંખારો કરીને બોલ્યાં–“યશામતિ ! શું કરે છે?”
પ્રકરણું ૧૫ મું.
શિખામણનો સદ્દઉપયોગ.” સુભદ્રા શેઠાણીને શબ્દ સાંભળીને શમતિનું ધ્યાન ખેંચાયું. સાદાં વસ્ત્રો અને અલંકારહીન છતાં સંદર્યની પ્રતિમા જેવી થશેમતિએ સાસુને આવકાર આપે. “પધારે, સાસુજી! આ આપણું