________________
૭૬
ધમ્મિલ કુમાર, તારૂં ચિત્ત લગાડ. સામાયિક, ઔષધ, પ્રભુપૂજા વિગેરેમાં ચિત્તને જોડીને હવે શેષ રહેલું જીવન સુધારી લે.”શેઠે જણાવ્યું.
હામનને ઘણું શાંત રાખવા પ્રયાસ કરું છું, પણ રડવું વારેવારે સાંભરી આવે છે-લાગી આવે છે. અરે શું કરું? યશામતિને જોઉં છું અને રડું છું. હા! એ બીચારીનું શું થશે? પતિના વિયેગે એ બચપણમાં ઝુરી છુરીને મરી જશે. ગરીબ બિચારી ! શ્રીમંતને ઘરે જન્મ લીધે, શ્રીમંત સાસરું મળ્યું, છતાં તેણુએ સુખ તે નજ દીઠું. અ૫ કાળમાં જ એનું સુખ લુંટાઈ ગયું. સ્વપ્નની માફક ચાર દિનની ચાંદની ચળકી ને વિજળીની માફક તરત અદશ્ય થઈ ગઈ.” સુભદ્રાએ દુ:ખભર્યા અવાજે કહ્યું. આંખમાંથી આંસુ પાડવા માંડ્યાં, વહુને સંભારવાથી હૈયું ભરાઈ આવ્યું–રડવું આવ્યું.
જગતમાં તે જે જેને ત્રાણાનુબંધ હોય તેમજ બને છે, આપણું ધાર્યું શું બને છે? આત્માએ જેવાં જેવાં કર્મબંધને બાંધ્યા હોય તે પ્રમાણે અવશ્ય જોગવવાં પડે છે. જગતપ્રસિદ્ધ હનુમાન જેવો પુત્ર હતો, અને બળમાં રાવણ સરખો પવનકુમાર પતિ હતો, છતાં પણ મહાસતી અંજનાદેવીને બાવીસ વર્ષ પર્યત પતિવિયોગનું દુ:ખ સહન કરવું પડ્યું હતું. જગતપ્રસિદ્ધ શ્રીકૃષ્ણની પટ્ટરાણી રૂકમણિને સોળ સોળ વર્ષ પર્યત પુત્રવિયોગનું દુઃખ સહન કરવું પડ્યું હતું, રામ અને લક્ષમણ સરખા પુત્રને જન્મ આપનારી જગપૂજ્ય માતાઓને પણ ચેદ ચોદ વર્ષપર્યત પુત્રને વિયેગ સહન કરવો પડ્યો હતો, એ સર્વ શાથી થયું હતું તે તું સમજે છે? એ બધું કર્મનું રહસ્ય હતું. પૂર્વે કરેલાં દુષ્કર્મોની એ સજા હતી. સમર્થ વિધિઓ-કર્મોએ કેઈને છોડ્યા નથી. સારું કે નરસું સર્વ કોઈને સહન કરવું જ પડે છે, માટે વ્યર્થ ખેદ શાને કરે છે? એ છોકરો તારે મન તારે છે, પણ તેને મન તો તારે કાંઈ હિસાબ નથી, સમજી! માટે એ મેહબંધન તોડી નાખ! એક ધર્મમાર્ગમાંજ ચિત્ત રાખ ! માનવ જે દુર્લભ અવતાર પ્રાપ્ત કરીને આર્તધ્યાનમાં પડી મોહને વશ થઈ શામાટે તે હારી જાય છે? અત્યારે એ છોકરે તારો સન થયે, તે દુર્ગતિમાં પડતાં શું તને એ બચાવી શકશે ? એ