________________
હાથનાં કર્યા હૈયે વાગ્યાં.
૭૫
ખોઈ બેસશું ? આ તો બકરું કાઢતા ઉંટ પેસી ગયું. લેવા ગઈ પુત તો ખેઈ આવી ખસમ” એવું થયું ! શું કરું? હૈયું બળીને ખાખ થઈ જાય છે. આ તે હાથનાં કર્યા મનેજ હૈયે વાગ્યાં. રાતદિવસ પુત્રની રટના કરૂં છું; છતાં તેને માબાપની કયાં પરવા છે? માબાપે પુત્રને માટે મરી પીટે છે, ત્યારે આવા પુત્ર સ્વછંદી બનીને ઉલટા દુખ કરનારા થાય છે.”
“હશે, પશ્ચાત્તાપ શા માટે કરે છે. ભલી થઈને પુત્રને મેહ છેડી દે. આજના પુત્ર તે કવચિત્ જ માતાપિતાને ભકિતમાન થાય છે. એવા દુ:ખદાયી પુત્રને માટે ખેદ કરવાથી સયું! જે પુત્ર આ લોકમાં જ આપણને દુઃખ કરનારે થયે–વૃદ્ધાવસ્થામાં સંતાપ જનક થયે, તે મુવા પછી શું સુગતિ અપાવનાર હતો? સંસારની એવી ક્ષણિક વસ્તુઓમાં ગાઢ મેહં રાખીને તું શા માટે ખેદ કરે છે? જ્ઞાની થઈને તું તારા આત્માનું ન બગાડ! સંસારનું સ્વરૂપ તે એવું કારમું જ છે. જે વસ્તુમાં આપણે સુખ માનીને પ્રવૃત્તિ કરીએ તેમાંથી જ દુ:ખ, કલેશ અને અંતે પશ્ચાત્તાપ કરવાનો સમય આવે છે.” વૃદ્ધ પુરૂષે પોતાની ધર્મપત્નીને શાંતિ આપવા માંડી. તેનું ચિત્ત કાંઈક વૈરાગ્યથી રંગિત થાય તેવો તેણે પ્રયત્ન કર્યો.
શું કરીએ ? સ્વામિન ! અમને અબળાજનને માયા વહાલી હોય છે. પુત્ર, કલત્ર, ભાંડુ તેમજ લક્ષમી વગેરે વિવિધ વસ્તુ ઓમાં અમારૂં ચિત્ત રંગાયેલું હોય છે. એ પુત્રના વિયોગે રાત દિવસ હું સુ કરું છું. પુત્ર સુધરશે, સંસારના બંધનમાં બંધાશે, બિચારી યશોમતિને કાલ સુખના દિવસે આવશે, એવી આશાએ રેજની આઠ આઠ હજાર દિનાર મેકલાવીને ધનથી એ રાંડ વેશ્યાનું ઘર ભર્યું ને આપણું ઘર ખાલી કર્યું. અફસ! આ તો પુત્ર પણ ગયો અને ધન પણ ગયું. કુલે ગયું અને તેની સુગંધ પણ ગઈ !” સુભદ્રાએ ડચકા ભરતાં ભરતાં અંતરને બળાપો બહાર કાઢ્યો.
વિધિની એમજ મરજી હશે, માટે શેક કરવો છેડી દે. પત્રથી કાઈ સ્વર્ગગતિ કે મોક્ષગતિ થવાની નથી. શોક કરવાથી દુ:ખી થઈશ, પશ્ચાત્તાપ કરતાં રાત્રીદિવસ રડ્યાં કરીશ, અને આ ધ્યાનમાં પડવાથી તારા આત્માનું બગાડીશ, માટે હવે તો ધર્મમાં