________________
શીખામણનો સદુપયોગ.
૮૩ પિતાના પુત્રોને ઈષ્ટદેવ આગળ પ્રતિવર્ષે બકરાનો ભંગ દેવાની ભલામણ કરી. મરણ પામીને પશુના ધ્યાનથી તે દ્વિજ પશુનિમાં જ બકો થયો. તેના કથન અનુસારે તેના પુત્રો પણ પ્રતિવર્ષ એકેક બકરાને ભેગ આપવા લાગ્યા ને પૂર્વ પરંપરાથી ચાલ્યો આવતો કમ તે પુત્રએ પણ એ રીતે ચાલુ રાખ્યો; કેમકે સંસારની પાપમય રૂઢીઓ દુઃખે તજવા યોગ્ય હોય છે.
એકદા તે દ્વિજનો જીવ બકર ફરતો ફરતો તે પશુવાટિકામાં આવ્યું, વાટિકોને જોઈ જાણે પોતે કાંઈ ભૂલી ગયા હોય તેમ યાદ કરવા લાગ્ય; તે તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેવટે તેણે ઘણા કાળના પરિચયવાળું પોતાનું તળાવ, દેવભુવન વિગેરે જોયું, પિતાને પૂર્વભવ યાદ આવ્યું. તે સાથે ભાવી મૃત્યુ જાણીને પોતે પણ બીવા લાગ્યું.
તેના અભીષ્ટદેવને ભેગ આપવાનો દિવસનજીક આવ્યું, એટલે કુર વાઘ જેમ શિકાર ઉપર તલપ મારે, તેમ દયાહીણ તેના બટુકોએ તેને જ પકડીને ઘેરી લીધું-પકડી લીધો.
હેમને દિવસે અગ્નિકુંડની આગળ બ્રાહ્મણો વેદની કૃતિઓ ભણવા લાગ્યા. બીજી બાજુ વાજીના નાદ સંભળાવા લાગ્યા. સ્ત્રીઓ મંગળ ગીતો ગાવા લાગી અને બકરાના હોમની તૈયારી પણું થવા લાગી. કેટલાક બ્રાહ્મણપુત્રે બકરાને ગળામાંથી બાંધી તેને ખેંચતાં ખેંચતાં અગ્નિકુંડ આગળ લઈ જતા હતા, બ્રાહ્મછે તેની પાછળ વેદની ધ્વનિ વર્ષાવતા હતા, મરણુભયથી કંપતો બકરે બુમેબુમ પાડ્યું જતો હતો, આ સર્વે બીના નજીકમાં વૃક્ષની નીચે બેઠેલા એક મુનિવરે જોઈ એટલે તે બોલ્યા. “અરે બકરા! સ્વયમેવ તે તળાવ બંધાવ્યું, તારે હાથે આ બધાં વૃક્ષો તે રોપાવ્યાં, અને તેં તારા હાથે તારા દેવની આગળ બકરાને મારી નાખવાનું કાર્ય ચાલું કર્યું, તો હે મૂઢ ! હવે શાને રડે છે ? મરણથી શામાટે ડરે છે ? સમતા ધારણ કરીને કરેલું કર્મ આજે તને ઉદય આવેલું છે તે જોગવી લે. અન્યથા આવા આર્તધ્યાનવડે તારે કેટલાય છાગના ભવ લેવા પડશે અને આવી રીતે કપાવું પડશે.” એ મહામુનિની અમૃતથી પણ વધારે મીઠી વાણુંનું પાન કરી બકરો તરતજ