________________
વેશ્યાને ઘેર.. છે. તમારા પ્રતાપ છે. ખાશું પીશું અને મોજમજા કરશું, છંદગી. પૂરી થાય તો પણ ક્યાં ખૂટે એમ છે?”
આ બધું તું સાચા જીગરથી બોલે છે? જેજે હો મને ઠગતી નહીં.”
“પ્રાણેશ ! તમારા ચરણના સેગન ખાઈને પ્રતિજ્ઞા કરું છું કે જીવનભરની હું તમારી દાસી થઈશ. તમે મને છોડી દેશે તે તમારા વિશે હું ઝુરીઝુરીને મરી જઈશ.
“પણ તારી માતા વસંતસેના કેમ માનશે? દ્રવ્યલોભી તારી મા મારી તરફથી દ્રવ્ય આવતું બંધ થતાં તરતજ તે મને તજી દેશે. મને છોડવાની તને બળાત્કારે ફરજ પાડશે. તે કોઈ બીજા માલેતુજાર સાથે તને પ્રીતિ કરાવશે.”
“જીવિતેશ્વર ! તમારા ચરણના સમ ખાઈને કહું છું કે તમારત સિવાય આ જન્મપતિ મારે અન્ય પુરૂષ ભાઇ બાપ છે. મારી માતાને હું સમજાવીશ. તેમ છતાં એ સમય કદાચ આવશે તો હું તમને તો નહિ જ છોડી દઉં. તમને છોડી દઉં તો સમજો કે મારા જીવિતને છોડી દઉં. મારા જીવનના તે આપ એકજ માલિક છે. આ અનાઘાત પુષ્પના તે આપ એકજે સ્વામિન્ છે.”
“તો તે દુનિયામાં પછી મારા સુખમાં શી મણ રહી ? બસ જીવનભર હું તારો અને તું મારી.” ધમ્મિલે ખુશાલીનાં શબ્દો કહ્યાં.
હા, એમજ” બંનેનાં ચિત્ત કામદેવના મદે ચડીને એક બીજામાં ઝુલી રહ્યાં હતાં. પુખધન્વા અનંગ પ્રચ્છન્નપણે તેની દેરી ચલાવે જતો હતો. અત્યારે એકાંતમાં તેમનાં ચિત્ત અસ્વસ્થ હતાં, વસ્ત્ર અવ્યવસ્થિત હતાં, શરીરનું ભાન પણ ભૂલતાં હતાં, તેટલામાં તે દાદરમાં કોઈનાં ઉપર ચઢવાનાં પગલાં સંભળાયાં. સાથે ઘંટડીને મધુર રણકાર કર્ણ ઉપર અથડાયો અને એ તોફાને ચડેલું યુગલ ચમકયું, કામદેવનું ઘેન ઉતરી ગયું અને નિરાંતે આશકના બાહપાશમાં બંધાયેલી–તેના શરીર સાથે શરીર મેળવીને રહેલી–અભિ-- નય પ્રેમકળાઓથી મસ્તીમાં પડેલી મૃગલી પાશના ફાંસામાંથી. એકદમ છુટી થઈ અને કોઈ ઉપર આવે તે પહેલાં તો અંદરના