________________
ધમિલ કુમાર ખંડમાં ધ્રુજતી ધ્રુજતી દેડી ગઈ. તેટલામાં તે એક દાસી ઉપર આવીને ધમ્પિલકુમારને સલામ ભરી સામે ઉભી રહી, અને બેલી. “કુમાર ! તમારા ઘરને કે માણસ આવ્યો છે તે તમને મળવા માગે છે.”
“કેણ છે? તે પૂછયું હતું કે શા માટે તે મને મળવા માગે છે?”
“તમારા ઘરને મહેત છે. કહે છે કે તમારા માતાપિતાને સંદેશ કહેવા આવ્યો છું. એક ખબર લાવ્યો છું.”
“ઠીક! જા, તેને અંદર મેકલ. ”
દાસી નીચે ગઈ અને થોડીવારમાં તે માણસ ઉપર આવીને ધામ્મલ પાસે ઉભે રહ્યો. “આપ કેટલાય વખતથી અહીં રહ્યા છો. હવે આપ ઘરે ચાલે તો ઠીક ! તમારા માતાપિતાએ મને તેડવા મેક છે.” - અહીંયાંજ મને ઠીક છે-અનુકૂળતા . મારા માતાપિતાને મારું શું કામ છે?”
માતાપિતાને પુત્રનું કામ કેમ ન હોય ? તમે ઘરે આવીને રહે, અને વ્યાપારધંધામાં પાવરધા થાઓ; તે તમારા માતાપિતા નિવૃત્તિ મેળવીને ધર્મસાધન કરી શકે-પરલોક સાધી શકે.”
“મારા માતાપિતાને કહેજે કે હું હવે ઘરે આવી શકીશ નહિ. મારા માતાપિતા જે મને સુખી જેવાને ઇચ્છતા હોય તે તે સુખ હું અહીં મેળવી રહ્યો છું, ભેગવી રહ્યો છું. હું સુખી હોઉં એથી અધિક મારા માતાપિતાને શું જોઈએ વારૂ?”
તમારી સ્ત્રી રાતદિવસ તમને ઝંખે છે, તમારા વિશે તે ગુરી ઝૂરીને મરે છે.”
મરવા દે! હું અહીંથી આવું તે વસંતતિલકા વગર ગુરી મરું ! મને તે અહીંયાં જ રહેવા દો! મને રૂચે તે કરવા દે ! મારા માતાપિતાને મારા સુખના સમાચાર દેજે અને દ્રવ્ય નિયમિત મોકલતા રહેજો.” ધૃષ્ટ થઈને ધમ્પિલે કહ્યું.