________________
વેશ્યાને ઘેર. . એ શબ્દો મીઠાશથી ભરપૂર હતા. અંદર એકલે પ્રેમરસ ઉભરાઈ
જતો હતો. બેલનાર અને સાંભળનાર બને એક બીજામાં દૂધમાં સાકરની માફક મળી ગયાં હતાં, સ્નેહ-પ્રેમની અપૂર્વ રમત રમી રહ્યાં હતાં. પ્રણય સમયના હાવભાવભર્યા એ પ્રાણપ્યારીના આશક ઉપરની કુરબાનીના શબ્દો હતાં.
મજાના નહિ તે ગમે તેવા પણ અમારી પ્રાણપ્યારીના તે અમે માનીતા છીએ, સમજીને ! મનમોહિની !” ધમ્પિલે પોતાની ભૂલતામાં દઢ રીતે તેને રાખતાં કહ્યું.
એ વળી તમારી પ્રાણયારી કોણ છે? યશામતિ કે બીજી કેઈ? ” રમણીએ ધમ્મિલની ભૂલતામાં દઢ બંધાતાં અને આંખે સાથે આંખ મેળવીને પ્રેમભર્યો નિ:શ્વાસ નાંખતા કહ્યું.
“ઓય ! એય! તમે તે આમને આમ દબાવીને મારી દેશે મને ! ચાલેને હિંડોળા ઉપર ! જરા વાતો કરીએ ! હું તે ઉભી રહી રહીને થાકી ગઈ હાલા!” વસંતકુમારી બેલી.
“મારી નાજુક ગુલાબની કળી શું કરમાઈ ગઈ? ચાલ ત્યારે હીંડોળે ઝુલીએ.” ધમ્બિલે કહ્યું.
કુમાર વસંતકુમારીને ઉચકીને ચુંબનથી તેને ગાલે મહારછાપ મારતે હિંડોળે આવીને બેઠો અને પ્યારીને મેળામાં બેસાડી હલરાવી માનવજીવનનાં અણમોલ લ્હાવો લેવા લાગ્યો. “હાલી ! જોઈ મારી પ્રાણપ્યારી! જેને હું મનગમત મેમાન છું.” વાત કરતાં કરતાં હિંડોળો પણ જાણે ખુશીથી નૃત્ય કરતો હોય તમ નાચવા લાગ્યા.
“ ના, કોણ એ તમારી માનીતી?” માશુક આશકના શરીરે આલિંગન દેતી બેલી. એ વખતે હાવભાવ-વિલાસ-નયનના ઇસારા પોતપોતાનું કામ કરી રહ્યા હતા, આશક માશુકને દિનદશાનું ભાન ન હતું. બંને હદયે એક બીજામાં મળી જવાને તલસી રહ્યાં હતાં, પુષ્પધવાના તાપથી તપેલાં એ ભાગ્યવંત જીગરો એક બીજામાં મળી જઈ દુનિયામાંથી મળી શકે તેટલું સંપૂર્ણ સુખ મેળવતાં હતાં. માનવનું અણમલ જીવન સાર્થક કરતા હતા.