________________
વેશ્યાને ઘેર.
પ્રકરણ ૧૩ મું.
વેશ્યાને ઘેર, એક નવસુંદર યુવતી પોતાના આલિશાન મકાનની અભિનવ ચિત્રોથી રમણીય ચિત્રશાળામાં નવા નવાં ચિત્રોને જેતી મનને આનંદ પમાડી રહી હતી. ચિત્રો જોતાં જોતાં એક મેટા આરિસા પાસે આવીને તે સુંદરી ઉભી રહી, આરિસામાં પિતાનું વૈવન નિહાળ્યું. એને પોતાનું બાળયવન અભૂત લાગ્યું. અત્યારે ફક્ત તેણીના સુંદર શરીર ઉપર ફક્ત બેજ વસ્ત્ર જણાતાં હતાં, મસ્તકના સપની ફેણ સરખા શ્યામ કેશ કટીથી પણ નીચા રહ્યા છતાં મંદ મંદ પવનની લહેરોથી આમતેમ ઉડતા બંધનમાંથી મુક્ત થયાનો આનંદ વ્યક્ત કરી રહ્યા હતા. અઢાર વર્ષનું નવીન નઢાનું તારૂણ્ય ખીલેલી ગુલાબની કળીની માફક ખીલી રહ્યું હતું. ખચિત જેનારને તે પ્રથમ નજરે આકર્ષક થાય તેવું સુરમ્ય હતું. “નગરના અનેક યુવાને આ યવનને ઉપભોગ કરવાને અનેક પ્રકારની લાલચેથી લલચાવવા મારી પાછળ ગાંડા થઈ ગયા છે તે ખચિત એગ્ય છે. આ રૂપમાંજ તેઓ અંધ બન્યા છે; પણ કમનશીબ બિચારા ! આ મધુર ચંપાળીની મીઠાશ તો ભાગ્યશાળી ધન્મિલકુમારજ ચાખી રહ્યો છે. મનુષ્ય ભવનાં ઉત્તમ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ પ્રકારનાં સુખ તે જોગવી રહ્યો છે. આજે સકતનાં ફળ તે એજ મેળવી રહ્યો છે. અહો ! પુરૂષ છતાં સ્વરૂપમાં કે મારી પણ સ્પધા કરી રહ્યો છે. મારા ભાગ્યયોગેજ એ મને મળી ગયો છે. હા ! ધમ્મિલ ! ધમ્મિલ! તારામાં મારી પ્રીતિ કેવી દૂધમાં પાણીની માફક, તલમાં તેલની માફક, પુષ્પમાં સુગંધની માફક એકતાર થઈ ગઈ છે તેથી જ હું એક વેશ્યાની પુત્રી છતાં તારી અર્ધાગના–પ્રાણપ્રિયા થઈને તારી દાસી બની છું. રખેને તારા જેવું અણમોલ રત્ન મારા હાથમાંથી–ભાગ્યમાંથી જતું રહે ?” તે નવેઢા બાળા વસંતકુમારી આરિસામાં પોતાનું સ્વરૂપ નિહાળતી અને ધમ્મિલ સંબંધી ઉદ્દગાર કાઢતી વિચારના તોફાનમાં ચઢી હતી.