________________
જમ્મિલ કુમાર,
શેઠાણી એકલા એકલા વિચારમાં પડ્યા કે “નક્કી પુત્રને એના આપે જ બગાડ્યો છે. વળી દુનિયાં તે ગમે તેમ ખેલે, પણ તે દિ જીતાવાની નથી. માટે આપણે તે તેને સારૂ બનતા ઉપાય કરવા જોઇએ. ” એમ વિચારીને માતાએ જુગારી લેાકેાના ટાળામાં પુત્રને અક્કલ હોંશિયારી આવવાને ઉલટ ધરીને મૂક્યા.
જુગારીઓની સામતની ધમ્મિલને તાત્કાળિક અસર થઇ. તેણે પેાસહ પડિકકમણાં વિસારી દીધાં, ભણવા ગણવાનુ મૂકી દીધુ, વૈરાગ્યરંગ બધા ઝાંખા પડી ગયા, એટલું જ નહીં પણ સંસારનો પાશ અને તીવ્રપણે લાગ્યા. જુગારી સાથે રાજ ખેલવું, હસવુ, રમવુ, કામક્રીડા કરવી એજ તેનો રાજનો વ્યવસાય થયા. દુનિયાના અનેક રંગરાગમાં એ ધમી. ધમ્મિલ આસક્ત થઈ ગયા. કાઇદિવસ વનક્રીડા કરે, તેા કાઇદિવસ જળક્રીડા કરે, જુગાર ખેલે વળી વેશ્યાને ઘેર ગીતગાન સાંભળવામાં પણ મશગુલ રહે. એમ કરતાં કરતાં એક દિવસ તે નગરમાં વસંતસેના નામની પ્રસિદ્ધ ધનવાન વેશ્યા રહેતી હતી, તેની પુત્રી ચાસઠ કળાનિધાન, રૂપગુણની ખાણ વસંતતિલકા નામે હતી. નાટ્યકળામાં ને સંગીતકળામાં તેની નિપુણતા અપ્રતિમ હતી. ચંદ્રવદની, મૃગનયની, કુ ંભસ્તની, આદિ અનેક અલંકારિક વિશેષણેાને તે વસંતતિલકા ચાગ્ય હતી, નવીન યોવનના આમ ંત્રણને વધામણાં આપી રહી હતી.
એક દિવસ ધમ્મિલકુમાર મિત્રાની સાથે વસંતતિલકાના મંદિરે ગયા. વસ તિલકાએ કામદેવના અનુજ બંધુ સમાન ધસ્મિ લને આદરમાન આપ્યું; અને તેનો હાથ ઝાલીને ચિત્રશાળા જોવાને લઈ ગઇ. કામના ભાવને ઉત્પન્ન કરનારાં અનેક ચિત્રા જોઇને તેમજ વસંતતિલકાના મનમાહક વિનયવંત વચનો સાંભળીને સ્મિલ લેાભાણેા. મૃગનયનીની આંખના કટાક્ષમાણેાથી વીધાણેા. કમળમાં જેમ ભાગી ભ્રમર લપટાય તેમ વસતતિલકા સાથે તે મેાહમાં પડ્યો. અને તેને મંદિરે રહીને પાંચ પ્રકારના વિષયસુખ પ્રતિદિવસ ભેગવવા લાગ્યા.
GJ