________________
ધઝિલ કુમારએટલે આપણે ત્યાંથી તેને ખેંચી લેશું-હલકી પ્રવૃત્તિમાંથી અટકાવશું.” શેઠાણીએ અભિપ્રાય આપ્યો.
“એ બધી વાત છે પણ કાંઈ બની શકે નહિ ઉચ્ચ પણ નીચની સંગતથી નીચ થાય છે. તેનો નાશ થાય છે. સાંભળ, પૂર્વે હંસને કાગડાની સેબત થઈ. એક દિવસ હંસ અને કાગડો એક મેટા વટવૃક્ષની ડાળ ઉપર બેઠા હતા, ત્યાં કાગડે વિષ્ટા મૂકીને ઉડી ગયે. એ વિષ્ટા નીચે બેઠેલા રાજા ઉપર પડવાથી રાજાએ ઉચે નજર કરી તે સફેદ કાગડે દેખે. તરતજ રાજાએ પેલા સફેદ કાગડા ઉપર બાણનું અનુસંધાન કર્યું. એટલે આ સફેદ કાગડે તરફડતે. નીચે પડ્યો; રાજાએ પોતાના પરિવારને કહ્યું “જે આ સફેદ કાગડો?” રાજાનાં વચન સાંભળીને તરફડતો હંસ બોલ્ય
નાé જો મહારાગ હંસોડ૬ વિમસ્તે ! નીવસંગાપન, મૃત્યુ ન સંરાયઃ ” | ૨ |
હે રાજન ! હું કાગડે નથી પણ નિર્મળ જળ ઉપર નિવાસ કરનાર હંસ છું, પરંતુ નીચની સબત કરવાથી આખરે હું આ સ્થિતિને પ્રાપ્ત થયે.” એમ બોલતો હંસ મરણ પામે. શેઠે દષ્ટાંતપૂર્વક શેઠાણીને સમજાવ્યું.
“એ બધી વાત તમારી સાચી, પણ છોકરાને સુધારવાને ત્યાં નહિ તે વેશ્યાને ઘેર મૂકવું પડશે, પણ કાંઈક તે તમારે કરવું જ પડશે.”શેઠાણીએ સ્ત્રીહઠ ચાલુ રાખી.
એ હલકી સેબતમાં તે પુત્રને ખોઈ બેસીશ; એટલું નહિ પણ આ આપણું ધન્નસંપત્તિ પણ ખોવાનો સમય આવશે. સમજી, જે સાંભળ. એક દિવસ કોઈ નગરને રાજા અશ્વારૂઢ થઈને નગર બહાર ફરવા ગયા હતા. ત્યાં વક્રગતિથી અશ્વ રાજાને અટવીમાં લઈ ગયે. ભયંકર જંગલમાં ભીલની પાલી નજીક તરૂની શીતળ છાયામાં રાજા ઉભે રહી વિશ્રાંતિ લેવા લાગ્યો. તેવામાં ત્યાં વૃક્ષની ડાળે એક પાંજરું હતું, તેમાંથી પિપટ ઉચ્ચ સ્વરે બોલવા લાગ્ય-“અરે ભલે!