________________
માતાપિતા ' રક્ત રહે છે. વૈરાગ્યના રંગમાંજ રંગાયેલા રહે છે. મને ભય લાગે છે કે એ છોકરો નક્કી સાધુ થઈ જશે, સમજ્યા?”
“તું તે છોકરાનાં બહુ વખાણ કરતી હતી, રેજ ઉઠીને તેના ગુણ ગાયા કરતી હતી ને આજે આમ કેમ વારૂ?”
એ વખાણ ખીચડીજ આજે દાંતે વળગી છે. આવા મોટા ઘરને ભાર પુત્ર વગર કોણ ઉપાડશે ? એથી પુત્ર નહોતો ત્યારે પણ દુ:ખ થતું હતું. આજે છતે પુત્રે પણ મને શાંતિ નથી. ”શેઠાણીએ ધમ્મિલ માટે બળાપ કરવા માંડ્યો. “ જલદી એને ઉપાય કરે, નહિ તે એ છોકરે ઘરમાં રહેવું પણ મુશ્કેલ છે.”
ઠીક છે, તેને ઉપાય પણ કરવામાં આવશે. ”શેઠ બોલ્યા.
“ મારો તો વિચાર એવો છે કે એને જુગારીઓના ટોળા ભેગો રાખવે, જેથી એને વૈરાગ્ય બધે જતા રહેશે, અને સંસારમાં ફસાશે.”શેઠાણીએ પુત્રને ઠેકાણે લાવવાને રસ્તો બતાવ્યું.
સાતે વ્યસનમાં ઘુતવ્યસન એ મોટામાં મોટું પાપ છે. ગુણું પુરૂષોના ગુણનો ઘાત કરનારૂં છે. માંસના પ્રસંગ મનુષ્યમાં દયા હોતી નથી, મદ્યપાની પુરૂષના યશનો નાશ થાય છે. વેશ્યાની સબતે કુળનો ને લક્ષમીને ક્ષય થાય છે, અને હિંસા-શિકારથી ધર્મનો નાશ થાય છે. ચોરી કરનારને મરણનો પ્રસંગ પ્રાપ્ત થાય છે ને પરદારા એ સર્વનાશની નિશાની છે. જુગટીઆની સેબતે ધનનો નાશ પ્રત્યક્ષ છે, દરેક વ્યસને એક બીજાથી અધિક અધિક નાશ કરનારા છે. એ તે એલામાંથી નીકળીને ચુલામાં પડવા સમાન છે. જુગારના પ્રસંગે મહામતી નળરાય દમયંતીને તથા રાજ્યસાહબીને પણ હારી ગયા. મહાસમર્થ પાંડ રાજ્ય તો હારી ગયા પણ
પદીને પણ પણમાં મૂકીને હારી ગયા ને રાજ્ય તજી વનવાસી થયા, માટે ઉચ્ચ અને સમજુ જનેને નીચ જુગટિયાની સંગત કરવી એ અઘટિત છે.” શેઠે પોતાના વિચારને વિરોધ દર્શાવ્યું.
પણ છોકરાને એવી હલકી સોબત વગર સુધાર મુશ્કેલ છે, ત્યારે તેનું ચિત્ત ઠેકાણે કેવી રીતે આવશે? તે સુધશે