________________
પરાવર્તન.
- હૃદય ભગ્ન થવાથી મૂછિત થઈ ગઈ. અને આસ્તેથી એક ચીસ નંખાઈ ગઈ. ધમ્મિલ તે બેબાકળા થઈ ગયા. સુમતિ પ્રમુખ તેની સખીઓ અચાનક આવેલી જે બહાર ઉભી ઉભી આ સંવાદ સાંભળતી હતી તે અંદર ધસી આવી. સુમતિએ યમતિના મસ્તકને પિતાના ખોળામાં લઈને પવન નાખવા માંડ્યો, બીજી સખી જળ લાવીને તેના મુખ ઉપર નામવા લાગી; તથા બીજા પણ મૂચ્છના ઉપચાર કરવા શરૂ કર્યા. ધમ્મિલને નિરાંત વળવાથી તે ત્યાંથી ઉઠીને બીજા ખંડમાં ચાલ્યા ગયે.
અલ્પ સમયમાં યશેમતિની મૂર્છા વળી અને તેણીએ પોતાની આંખ ઉઘાડીને જોયું, તે પોતે એક મોટા વિશાળ છત્રપલંગ ઉપર પડેલી હતી. સુમતિ તથા બીજી બે ચાર સખીઓ તેની બન્ને બાજુએ બેસીને શાંતિના ઉપચાર કર્યા કરતી હતી. તેણે સુમતિ સામે જોયું, બીજી સખીઓ તરફ જોયું અને એક નિઃશ્વાસ મૂક, પાછી આંખ મીંચી દીધી બંધ કરી દીધી.
“સખી ! તારે અને પતિને કેમ છે? બરાબર બન્ને વચ્ચે પ્રેમ છે કે એની કાંઈ જુદીજ નેમ છે?” સુમતિએ યમતિને ભાનમાં આવેલી જાણીને પૂછયું.
સુમતિ ! એ વહી ગયેલા ચાર દિનના ચટકા પાછળ ઘોર અંધારી રાત છે, પાર્વતીને શંકરની જેમ છે.”
એટલે?” સુમતિએ વિશેષ ખુલાસો જાણવાને ફરીને પૂછયું.
એટલે એ કે પાર્વતી ભાવતાં ભેજન માગે તો શિવ આકડાનાં ફળ મંગાવે, સંગની પ્રાર્થના કરે તો એક પગે ધ્યાન ધરવામાં લીન થઈ જાય, આભૂષણ, અલંકાર પહેરાવવાની ઈચ્છા કરે તો પોતાના શરીર ઉપર લટકતા બે ચાર સર્પ બતાવે આપે. અત્તર કુલેલથી પાર્વતીજી વિલેપન કરવા ચાહે તો પિતાની પાસે રહેલી ભસ્મ આપે. મેટાં મંદિર માગે, તે પિતાની નિવાસભામ
સ્મશાન બતાવે. આવા પતિથી લજાતી એ અનાથ દુઃખિણું પાર્વતી કુવે પડીને પણ પોતાનું દુઃખ સમાવી શકતી નથી.” યમતિએ નિરાશ થતાં કહ્યું.