________________
ધમ્બિલ કુમાર... - સહન કરે? કમળના ફૂલસમ નાજુક હદય એકદમ રડી પડ્યું. આંખમાંથી અસ્મલિત અશ્રુની ધારા વહેવા લાગી. પતિના ચરણમાં ઢળી પડી. તેના બનને ચરણ પકડી રડતી રડતી વિનંતિ કરવા લાગી. “હા ! સ્વામિન ! આપ વૈરાગી થઈ શું મારે ત્યાગ કરશે ? આ નિરપરાધી અબળાને કેને આધારે મૂકશે?”
“પ્રભુને-અનંતશક્તિવાન પરમાત્માને આધારે! જે તારા અને મારા સરખા અનેક ભક્તોના ઉદ્ધારનાર છે–સર્વશક્તિમાન છે.”
“એ પ્રભુને આધાર તે વૃદ્ધપણામાં-સાધુપણામાં કામ લાગે, જગતમાં તે સ્ત્રીને સાચો આધાર પતિને છે.”
“નહીં, એમ કહે કે આખરે તે તને મને ને સારી આલમન જીને સાચો આધાર એક પરમાત્માનો જ છે. ભકતને સંસારથી પાર ઉતારવાને પરવાને ખુદ એને પિતાનો છે.”
સ્ત્રીને પતિ એજ પરમાત્મા હોય છે. શાસ્ત્રો પણ કહે છે કે પત્નીને પતિ એકજ પ્રભુ છે. હા ! પ્રભુ! પ્રભુ ! મારો હાથ ઝાલો ! મને ના તજે ! ના તજે !”
સ્ત્રી એ તો મેહમાયાનું સ્થાન છે. ધર્મના સરિયામ માર્ગમાં અંતરાય કરનારી છે. હું એક ત્યાગી વૈરાગી, કહે તને શું કરું? તને કેવી રીતે સ્વીકારું?”
અરે! મારે સ્વીકાર કરીને ગૃહસ્થપણે તમે ભગવતે કહેલા શ્રાવકધર્મનું આરાધન કરશે તો હું તમને અંતરાય નહીં કરું ! નાથ! જરા મારી સામે નજર કરે! આ આશાભરેલા મારા વન ઉપર જરી દયા કરે ! શા માટે દેવસમાં એ અણમોલ ભેગને તજે છે ?
ભેગે એ તો રેગોને કરનારા છે. વિષય એ વિષરૂપવૃક્ષ ને વધારનારા છે, દુર્ગતિને આપનારા છે. એવા વિષયોને તજી વિતરાગ એવા પ્રભુને ભજ અને તારા આત્માનું કલ્યાણ કર.”
“હા ! હતાશ! મારૂં બચેય જુદું છે. પતિનું ધ્યેય જુદું છે. આ દુખિયાનું જગતમાં કેણ છે?” એમ બોલતી યશામતિ આખરે