________________
પસ્થિત કસાર
પોતાના પતિનુ ચિત્ત અલ્પ સમયમાં ધર્મ માર્ગ તરફ વળેલુ અને પતિએ પેાતાને તજેલી જોઇ યશેામતિનું ચિત્ત હંમેશાં ઉદાસ રહેવા લાગ્યું. તે પતિને લેાભાવવાની ખાતર અનેક પ્રકારના રંગરાગ અને વસ્ત્રાભૂષણથી અલંકૃત થઈને હાવભાવ કરવા લાગી. પણ તેને કયાં ખબર હતી કે તેના પતિ તેા વેરાગ્યના માર્ગ તરફ ઢળેલા હતા. તેના માયાભરેલા પ્રપંચ સર્વે વ્યર્થ હતા. આથી તે નિરાશ થઇ ગઇ, અને પેાતાના વિપરીત ભાગ્યની નિંદા કરતી એ સતી વિધિની અચળ સત્તાને વશ થઇને રડી પડતી. જે એકદિવસ પતિ ઉપર પોતાની અવિચળ સત્તા ચલાવીને તેના દિલનુ સામ્રાજ્ય ભાગવતી હતી તે આજે એ વિરક્ત પતિની નજરમાં પાપના પુંજ સમ, મળમૂત્રથી ભરેલી અને દુર્ગતિમાં લઇ જવાને તી સમાન લાગતી હતી. આજસુધી જે ધમ્મિલનું ચિત્ત પ્રિયામાં પ્રતિબદ્ધ થયુ' હતુ. તે હવેથી પ્રભુમાંઅનંત શક્તિવાન પરમાત્માની અનંતશક્તિમાં–મુક્તિના સુખમાં તન્મય અન્યું હતું; તેથીજ યશેામતિનાં મૂલ્ય આજે ઘટી ગયાં હતાં.
૫
જ્યારે પાતાના સાધી ધુએથી તે એકલા પડતા ત્યારે પેાતાના એકાંત ખંડમાં ધાર્મિક પુસ્તક વાંચી મનની ધારાને ધર્મના રસથી પાષિત કરતા હતા, અથવા તેા પ્રભુના ધ્યાનમાં એકાગ્ર ચિત્તવાળા થઈને તેની સાથે તદ્રુપ બની જતા હતા. સાક્ષાત્ વૈરાગ્ય રસની પ્રતિમા સ્વરૂપ એ ધમ્મિલ ધર્મમાં એક ચિત્તવાળા થઇને હવે સાંસારિક પ્રસંગેા ભૂલી ગયા હતા.
એક દિવસ યશામતિ પેાતાનું આત્મબળ એકઠું કરીને ધમ્મિલ પેાતાના એકાંત ખંડમાં શાસ્ત્રનું અધ્યયન કરી રહ્યો હતા. અધ્યાત્મજ્ઞાનનો અભ્યાસ કરી રહ્યો હતા ત્યાં આવીને ઉભી રહી. કેટલીકવારે જ્યારે ધમ્મિલની નજર તેનાપર પડી, ત્યારે શાંતભાવથી તેણીને સમજાવવા માંડયું. “ યશામતિ ! તું આજે અહીંયા કેમ આવી ?
'
,,
“ શું અહીંયા આવવા જેટલા પણ મને હુ નથી. નાથ ! હું આપની સ્ત્રી છું, રાત દિવસ આપના સહવાસમાંજ રહેનારી છું. એ શું આપ નથી જાણતા ? ” યશામતિએ કહ્યું.
“ ખરાબર છે. અત્યારે હું આત્મહિતની પ્રવૃત્તિમાં છુ. ધ્યા