________________
પરિવર્તન..
પ્રકરણ ૧૧ મું.
પરિવર્તન. દસ્તી ભાઈ બંધી, કઈ કામ નહિ આતા,
સચ્ચ કહા ય આખીર, કોઈ કામ નહિ આતા.” સમયની ગતિ વિચિત્ર છે. માણસનાં ભાગ્ય પણ જગતમાં તેવાં જ છે. આજે જે અમીર હોય છે તે કાલે ફકીર થઈ રખડતા હોય છે, એક દિવસ સિંહાસન ઉપર આરૂઢ થઈ ગર્જના કરતા પુરૂષને સમયને બળે ભીખને ટુકડો પણ મળતો નથી. જગતની એ ક્ષણભંગુર પણ અવિચળ સત્તા પ્રાણીઓની ઉપર એવી તે. ચાલી રહી છે કે તેની આગળ પ્રાણી લાચાર લાચાર થઈ જાય છે. વાસુદેવ, બળદેવ અને ચક્કી જેવા સમર્થ પુરૂષો પણ વિધિની એ અચળ સત્તાને મહાત કરવાને શક્તિવાનું નથી. પરિવર્તન એ જગતને ગુણ છે. કાળે કરીને કાંઈને કાંઈ નવીન બન્યાંજ કરે છે. જેથી આજે હોય છે તેનાથી આવતી કાલે જગતમાં જુદું જ દેખાય છે. ભાવીના એ અગમ્ય ભેદ માનવીની અલ્પશક્તિથી કળી શકાય છે?
ધમિલકુમાર અને યશેમતિનાં લગ્ન થયાને કેટલાક દિવસે પસાર થઈ ગયા. અનુક્રમે ઘસ્મિલનું ચિત્ત ધર્મમાર્ગ તરફ વળવાથી સંસારની મેજમજાથી તે વિરક્ત થઈ ગયે. યશામતિનેએક વખતની પિતાની પ્રાણાધિક પ્રિયાને પણ તે હવે ભૂલી ગયે. પ્રતિદિવસ સામાયિક પ્રતિકમણ વગેરે ધાર્મિક ક્રિયાઓમાં રક્ત રહે ને બ્રહ્મચર્યવ્રત પાળવામાં ઘણો જ સાવધ રહે, તેમજ પોતાની પ્રિયાના પરિચયથી પણ હંમેશ અળગો રહે. વળી પોતાનાથી ઉચ્ચ ગુણાધિક સાધમી બંધુએ જે હંમેશ પિષધ, પ્રતિકમણ, તપ, જપ કરનાર એમના સહવાસમાં રહે અને સંસારના દરેક પાપમય વ્યાપારકાર્યથી પિતે દૂર ને દૂર રહે. પાપથી ડરીને ધંધામાં પણ ધ્યાન આપતાં ડરે. એ ધર્મરસિક ધમ્મિલ ધર્મકાર્યમાં જ અધિકપણે ધ્યાન આપવા લાગ્યો.