________________
દર
ધસ્મિલ કુમાર, , - - અહ? આટલું બધું વિપરીત થઈ ગયું. તારે ધણું ક્યારને આવો વિરક્ત થઈ ગયે.” સુમતિએ આશ્ચર્ય દર્શાવ્યું.
એવી રીતે કેટલીક વાર સુધી એ સંબંધી વાતચિત કરીને યશોમતિ સંપૂર્ણ સાવધ થયા પછી સુમતિ પ્રમુખ સખીઓ તેની રજા લઈને ઘરે જવા નીકળી. સુમતિએ ઘરે જતાં પહેલાં ધમ્મિલની માતાને–સુભદ્રા શેઠાણીને સર્વ હકીક્તથી માહિતગાર કરીને સખીઓ સાથે તે પિતાને ઘેર ગઈ.
પ્રકરણ ૧૨ મું
માતાપિતા. સાંભળે છે ને, આપણું ધમ્મિલની ગામમાં લેક વાતે કરે છે તે?” એક દિવસ સુભદ્રા શેઠાણી સાંજના જમી પરવારીને નિરાંતે શેઠની પાસે બેઠાં હતાં ત્યારે તેમણે વાર્તાની શરૂઆત કરી.
કેમ શું છે વળી? છોકરામાં કાંઈ કહેવાપણું આવેલ છે કે શું?” શેઠાણની વાત સાંભળીને સુરેંદ્રદત્ત શેઠ ચમક્યા અને શેઠાણીને પૂછયું.
કહેવાપણું શું? લકે તે એની હાંસી કરે છે. સંસારના આચારવિચારમાં જરાય સમજતો નથી. નીતિવ્યવહાર પણ જાણતો નથી. અત્યારથી વૈરાગી થઈને વહુને પણ તજીને બેઠે છે ને રાત દિવસ એકલી અટુલી યશોમતિ મનમાં ને મનમાં મુંઝાયા કરે છે.”
એટલું બધું શા માટે ? અત્યારથી વૈરાગ્ય થવાને તેને શું કારણું મળ્યું? રાત દિવસ એને સુખમાં રમત જાણીને વ્યાપારમાં પણ એને હું જડત નથી, કેમકે હમણાં પરણ્યો છે તે ભલે એ સુખમાં પિતાને કાળ વ્યતીત કરે.”
એ બધું તમે મનથી કહે છેને? આજ કેટલાય દિવસથી વહુને ત્યાગ કરીને તે છોકરે બેઠો છે. રાત દિવસ પષધ પ્રતિક્રમણ વગેરેમાં