________________
યુગલગુચ્છાઓ તથા માળાઓ પડેલી હતી. બીજા ટેબલ ઉપર નવીન યુગલને પ્રથમ દિવસના લહાવા લેવાને માટે ઉચ્ચ જાતિના અત્તરથી મિશ્રિત ગુલાબજળની પીચકારીઓ મૂકવામાં આવી હતી. તેમજ અત્તરની શીશીઓ પણ રાખવામાં આવી હતી. ત્રીજા મનહર ટેબલ ઉપર વિશાળ થાળમાં અનેક જાતિના તાજા મેવાની બદામ, દ્રાક્ષ, પસ્તાં, અંજીર જેવી અનેક વાનીઓ હતી. ચોથે પકવાન એક થાળ બરછી, જલેબી, ઘારી, સુત્રફેણી, મગજ વિગેરે ઉત્તમ અને તાજી મીઠાઈઓથી ભરેલો મુકવામાં આવ્યા હતા. પાંચમા થાળમાં પાન સેપારી, કાથો ચુ, એલચી, લવીંગ, વરિયાળી, ચૂર્ણ, ધાણા વગેરે મુખવાસની ચીજે હતી. તે સર્વે હકીકત સુમતિ યશામતિને સમજાવતી હતી.
સુમતિ યમતિની પ્રાણપ્રિય સખી અને સગપણના સંબંધવાળી નામ પ્રમાણે જ ગુણવાળી હતી. જો કે યમતિ જેવી તે ગર્ભશ્રીમંત નહોતી, છતાં સાધારણ રીતે તેનો પિતૃપક્ષ અને સ્વસુર પક્ષ ઠીક હતાં. તે યશોમતિથી લગભગ બે વર્ષ મોટી હતી. ટુંક મુદતમાંજ પરણીને સાસરે ગયેલી હોવાથી દુનિયાના રંગ રાગના અનુભવવાળી હતી. તેનો પતિ પણ વિદ્વાન, ધર્મનિષ્ઠ અને ગુણસંપન્ન હતો. બનેમાં સ્નેહ બીજના ચંદ્રની જેમ વચ્ચે જતો હતો, ટુંકમાં સુમતિને શ્વસુરપક્ષમાં વર અને ઘર અને પોતાને અનુકૂળ હતાં.
ધમિલને આવવાનો સમય થવાથી સુમતિએ યશેમતિની રજા લીધી. “સખી ! જસુ ! હું જઈશ હવે ! જે આ સર્વે ચીજેને ઉપભગ તમને બન્નેને સુખ થાય તેમ તમારે મરજી મુજબ કરવાનો છે.” ભગની વસ્તુઓના થાળ તરફ આંગળી બતાવતી સુમતિ બેલી અને તરત જ ત્યાંથી નીકળી સને મળી ભેટીને પતાને ઘરે આવી.
એકલી પડેલી યમતિ આમ તેમ આંટા ફેરા ફરવા લાગી. દિવાનખાનામાં અનેક દીવાઓ પ્રકાશ આપી રહ્યા હતા. ક્ષણમાં તે પ્રકાશને જોતી, તે ક્ષણમાં બારી આગળ ઉભા ઉભા ચાંદનીનાં અમૃત ઝરતાં કિરણોને નીરખતી. જરા ખડખડાટ થતાં ચમકતી.