________________
યુગલ.
૫૩
“ઠીક છે. હું આજેજ સુરેંદ્રશેઠને ઘરે જઈ ચોક્કસ કરી તને સાંજના ખબર આપીશ.” તેમ કહી શેઠ બહાર ગયાસુમતિ પોતાને ઘરે ગઈ અને યશોમતિની માતા ઘરના કામકાજમાં ગુંથાણી.
પ્રકરણ ૧૦ મું.
યુગલ, ” સંધ્યા સમય હજી હમણાંજ વ્યતિત થયેલ છે. નિર્મળ આકાશમાં વિધુકરની આસપાસ પરિભ્રમણ કરતા તારાઓ ઉભરાઈ રહ્યા છે, ચાંદનીના અમૃતને વરસતાં શિતળ કિરણે જગત ઉપર ધીરે ધીરે પ્રસરી રહ્યાં છે. એ ચાંદનીનાં તેજને આનંદ અનુભવતી યુવતીયુગલમાંની એક યુવતીએ મધુર હાસ્ય છોડવું. “સખી ! તારૂં મુખચંદ્ર-ચંદ્રવદન એવું તો સુંદર લાગે છે કે તે જોઈને આ ચંદ્રબિચારો શરમાઈને આકાશમાં જતો રહ્યો.”
આ સુંદર રજનીચંદ્રનાં શિતળ કિરણોને સ્પર્શ ચંદનથી પણ અધિક સુખશાંતિ આપે છે.
છે અને તેથકી પણ અધિક સુખકર સ્પેશ એક બીજી વસ્તુનો છે. સખી ! તે તને આજે બરાબર સમજાશે. જેજે. હોશિયાર રહેજે. જે સુખની અણમેળ ઘડી માટે રાત્રિદિવસ તું તલસતી હતી તે ઘડી હવે આવી પહોંચી છે. ”
“અહો ! સખી સુમતિ ! શું થશે ! મને તો બીક લાગે છે; દિલ તો ધડક ધડક થાય છે. જાણે બોલાતું નથી, અરે, સહેવાતું એ નથી. બધું શું હશે ? ”
સર્વ કેાઈ બાળાઓને પરણ્યાને પ્રથમ દિવસે એમજ થાય છે. નવીન સમાગમ નવીન ઉગતા થૌવનના એ અણમેલ ૯હાવા મુંગે મુંગે અને ધડકતે હૈયેજ લેવાય છે.”
વાર્તારસમાં લીન બનેલી એ સખીઓ યશેમતિ અને સુમતિ હતાં. સુમતિએ ધનવસુ શેઠને મિલકુમારની ભલામણ કરેલી -