________________
બાળા.
પ
વાહ! કુળ તો જબરું શોધ્યું છે. કહે તો ખરી એ બધું કેમ બન્યુ છે?” સુમતિએ પૂછયું.
સમજ કે એ બધું વિધિની મરજીથી બન્યું છે. એને જેવાથી, એની વિદ્વત્તાથી, એના ગુણવંતપણુથી મારું હૃદય તેની પાછળ ઘેલું બન્યું છે.”
ઠીક છે. પ્રભુ તારી ઈચ્છા પૂર્ણ કરશે. વિધિ તને અનુકૂળ થશે. એકજ દીપકથી જેમ વસ્તુ પ્રગટ દેખાય છે તેમ બે દીપકથી સ્નેહ પ્રતક્ષ્ય થાય છે.”
સુમતિ ! કહે તું મને એમાં કાંઈ મદદ કરશે ? ” યશેમતિના એ મધુરા શબ્દોમાં ઉત્કંઠા-આતુરતા હતી. જાણે સુમતિની પ્રાર્થના કરતી હોય એવી તેની અંદર ભાવના છુપાયેલી હતી.
મદદ શું? હવે તે તું જો તો ખરી, ધમ્મિલ અને જસુને એકમેક બનાવી દઉં. અત્યારેજ તારી માતા પાસે જઈને સર્વ વાત કહી સંભળાવી તારે નિશ્ચય જણાવી દઈશ. એટલે થોડાજ દિવસમાં એનું પ્રત્યક્ષ ફળ તું જોઈ શકીશ.”
અરે ! એમ કરવાથી તે માતાપિતા કદાચ ગુસ્સે થશે; અને તને અને મને કદાચ ઠપકો આપશે.” બાળાએ ભવિષ્યમાં ભયનું દર્શન કરાવ્યું.
“તારે તેનું શું કામ છે? એ બધું હું સંભાળી લઈશ. મારે માથે ઓઢી લઈશ. શું થાય છે તે તું તારે જોયા કર”
“તારું કાર્ય ફહમંદ થાઓ?” યશેમતિએ આશષ આપી.
સુમતિ તરતજ યશામતિને ધીરજ આપીને તેની માતાની પાસે ગઈ. તેનાં માતપિતા તે પ્રસંગને માટે જ વાત કરતાં હતાં, તેમાં માતાએ યશેમતિના વ્યગ્ર ચિત્તની વાત કરીને કહ્યું કે “છોકરી હવે ઉમરમાં આવી છતાં તમારી આંખ ઉઘડતી નથી. એના હદયના ભાવ કેવા ઉછળી રહ્યાં છે, છતાં એ મોંએથી બોલી શકતી નથી, પણ આપણે હવે સમજવું જોઈએ.” ---- -
તે બધું મારા ધ્યાનમાં છે. એને લાયક વરની હું ધમાં