________________
૫૦
ધમ્મિલ કુમાર આમ શા માટે મુંઝાય છે ? પોતાની બાળસ્નેહી સખીને તે વાત કહેવાથી શું નુકશાન છે?” આવનારી વ્યક્તિ શામતિની પ્રિય સખી સુમતિ હતી, તેણીએ કહ્યું.
“સખી! તું સાંભળીને શું કરશે? મારું દુઃખ કાંઈ તારાથી ઓછું જ દૂર થઈ શકશે, નાહક તું પણ સાંભળીને દુ:ખી થશે.”
તું આમ એકલી એકલી રડ્યા કરે છે. ત્રાદ્ધિ, સિદ્ધિ, દાસદાસીની સાહિબીમાં તારે શું ખામી છે ? માતાપિતાની પ્રીતિ પણ તું પૂર્ણ પામી છે.”
છતાં ભાગ્યમાં એક મોટામાં મોટી ખામી છે.” તે ખામી શું?”
ખામી એજ કે સ્ત્રીને મન ગમતો વર ન મળે તો બધું ધૂળધાણી છે. જીવનના નાશની એ નિશાની છે.”
“તે કહે, તારૂં ચિત્ત હરનાર ભાગ્યવંત કોણ છે? તને આવી રીતે બહાવરી બનાવનાર કેણ પુરૂષ છે?”
વાત કહેવી કે નહિ તેના વિચારમાં પડવાથી યમતિ અચકાણી.
“કેમ બોલતી નથી? શું વિચાર કરે છે? કહીશ તો કાંઈ ખોટ જવાની નથી, તને કાંઈ પણ લાભ થશે. આવડી બધી શંકાશીલ ક્યારની બની ? ” આ પ્રમાણે સાંભળી તે કાંઈક ચડાણ. પછી કાંઈક શાંત થઈ સતી બેલી
સુમતિ ! જરી ધીરી પડ. પ્રેમી હમેશાં વહેમી હોય છે. તારા શુદ્ધ સખીભાવ માટે મને સંપૂર્ણ વિશ્વાસ છે. તેને કહેવામાં એકાંતે મને લાભ છે.” યમતિએ વચનની માધુર્યતાથી સખીના દિલને શાંત-સ્નેહાળ કર્યું.
ત્યારે એ પુરૂષ કેણ છે?” યશેમતિ બેલવા જતાં જીલ્લા અચકાણું. સુમતિ હસી. યશેમતી બલી- “આપણાજ નગરમાં રહેલા સુરેંદ્રદત્ત શેઠને કુમાર-ધમ્મિલ
કુમાર ! ”