________________
બળા,
૪૯
સર્વત્ર ચિત્ત લાગતું નથી. તેની સખીઓ પણ આનો ભેદ કળી શકી નહિ.
આ ભવમાં તો એ, એ ને એજ !” એ છેલ્લા શબ્દો અનાયાસે ખુલ્લા દિલે હદયમાંથી બહાર નીકળી પડ્યા. બોલનારને કયાં ખબર હતી કે સાંભળનાર પડખામાં એક જણ ગુપચુપ ઉભું છે. જુસ્સાથી એ શબ્દો બોલાયા પછી બાળાએ પવનથી ફરકી રહેલી એ શ્યામ નાગણી સમી કેશલતાઓમાંથી દેખાતું રકત વણીય મનહર મુખ પોતાના બે હાથથી ઢાકી દીધું, કે તરત જ તેના વિચારોને પ્રચ્છન્નપણે સાંભળનાર વ્યકિતએ આસ્તે કદમે તેની પાસે આવી તે બાળાના વાંસા ઉપર પોતાને નાજુક હાથ ફેરવ્યો.
જસુ ! બહેન ! તને શું થાય છે? ભલી થઈને કહે કે એ, એ ને એ તે કોણ? ”
બાળાનું નામ જસુ એટલે યશામતિ હતું. યમતિએ પિતાનું એ વિરહવ્યથાની લીપીથી અંકાયેલું-રંગાયેલું અરૂણ પ્રભાસમ વદન ઉંચુ કર્યું, અને બોલનાર તરફ વક દષ્ટિએ જોયું. વિરહની શંખલાથી પ્રતિબદ્ધ એ હૃદય મન રહ્યું. જસુએ શાંત નજરથી તેના તરફ જોયા કર્યું.
“હેન જસુ! તારા હદયની વાત કહે. શા માટે અચકાય છે? એકલી અટુલી તું શાને મુંઝાય છે. હાલી સખી દિલનું દર્દ બીજાને કહેવાથી કાંઈક ઓછું થાય છે. એને ઉપાય થાય છે. એ તું કયાં નથી જાણતી ?” ફરીને આવનારી વ્યક્તિએ આ પ્રમાણે કહીને યશોમતિનું ધ્યાન ખેંચ્યું.
“સુમતિ ! તું મારી બધી વાત સાંભળી ગઈ કે?” આખરે તે બાળા પોતાના કેલસમાં મીઠા સ્વરે બેલી. બેલેબલમાં રહેલી માધુર્યતા તો સાંભળનારજ પારખી શકતું હતું. એ હદયનાં ઉંડાણમાં રહેલા સૂક્ષ્મ ભાવો મધુરા શબ્દો દ્વારા પ્રત્યક્ષ થતા હતા.
હા ! સખી! તેથી શું તું નારાજ છે? જસુ! સખી ! આજે તને થયું છે શું? હૃદયનું એ દુખ અંતરમાં દબાવીને રેજ