________________
ધમ્મિલ કુમાર. ગેવાળ બોલ્યો “મહારાજ ! આપની રાજસભાના આ મહાકવિઓએ જ મને કુવામાં–સંસારના બંધનમાં નાખી પરોક્ષ રીતે મારી એ અપૂર્વ કવિત્વ શક્તિને નાશ કરાવ્યા છે. સમુદ્રના જળસમી અનંતી ગૃહસંબંધી ચિંતા એક મૂર્ણ સ્ત્રીવડે મને વળગી, જેણે મારી પાંચસે ગાથા કરવાની એ અપૂર્વ કાવ્યશકિતને નષ્ટ કરી. આ બધું મૂખે સ્ત્રી મળવાનું પરિણામ છે.” ધમ્મિલે પિતાની આગળ આ દષ્ટાંત કહીને પછી કહ્યું કે–
“હે તાત ! આ પ્રમાણે સર્વ કળાને નાશ કરનારી સ્ત્રીને જાણતાં છતાં પાણિગ્રહણના પાસમાં હું કેમ પડું?”
પિતાએ કહ્યું “હે પુત્ર! આવું દુર્વાક્ય બોલવાવડે કરીને ઘણા સમયથી ઉત્પન્ન થયેલી માતાપિતાની આશારૂપી લતા છેદવાને તું યોગ્ય નથી. પરણ્યા વગર જગતમાં પુરુષનું તારૂણ્ય અરણ્યમાં રહેલા ગજની માફક નિષ્ફળ જાય છે. કળાનો નાશ તે અભ્યાસ નહીં રાખવાથી થાય છે, એમાં સ્ત્રીજનને દેષ આપે એ
ટું છે. કેમકે પુરૂને સુકલત્રના વેગથી કવચિત્ કળાને પ્રકર્ષ પણ થાય છે. જે પૂર્ણિમાને ચંદ્ર પૂર્ણ કળાએ કરી યુકત છે કે નહિ? હિમ જેમ વૃત્તાંકને દહન કરે છે તેવું કાંઈ વડલાના વૃક્ષને બાળતું નથી, તેમ નિપુણ પુરૂષને કુલીન સ્ત્રી સુખનું કારણ થાય છે, દુઃખનું કારણ થતી નથી.” સુરેદ્ર એવી રીતે યુકિતયુક્ત વચનવડે પુત્રને સમજાવ્યા અને તેને નિરૂત્તર બનાવ્યું.
તે પછી સુરેંદ્ર શેઠે પુત્રને માટે એક એગ્ય કન્યાની તપાસ કરીને તેના પિતા પાસે માગણી કરી. તેના પિતાએ પણ સુહભાવે સુરેંદ્ર શેઠના માગણું સ્વીકારી, સૈભાગ્યશાળી એવા ધમ્મુિલની સાથે પોતાની કન્યાનું સગપણું કર્યું. ધમ્મિલને મિત્રો મારફતે આ વાતની ખબર પડતાં તેણે જાહેર કર્યું કે “હું પર, છુશ છતાં સાધુની સંગત છેડીશ નહીં, માટે જેને કન્યા આપવી હોય તે મને વૈરાગી ધારીને આપજે.” પરંપરાએ ધમ્મિલની આવી વાણી સાંભળીને “ખે તે સાધુ થઈ જાય તો આપણું પુત્રીને જન્મારે રદ થાય!” એમ વિચારી પેલી કન્યાના માતપિતાએ