________________
ધમ્મિલ કુમાર મહિમા અપુર્વ છે. રાજાએ પ્રસન્ન થઈને તેની આજીવિકા સુખ પૂર્વક ચાલી શકે તેટલા માટે જેને પુષ્કળ ધન આપ્યું ને તેને ધનવાન બનાવ્યો.
તો આ સ્વેચ્છાએ આહાર, વિહાર ને આનંદ કરતે ગોવાળ સંતુષ્ટ ચિત્તવાળે થઈને રેજની પાંચસો ગાથા નવી નવી બનાવતું હતું, જેથી રાજસભાના જે મેટા મેટા મહા કવિઓ, પ્રતિભાવાળા અને શાસ્ત્રના પારંગત હતા તેમની અવજ્ઞા કરતો રોજો તે પાળની કવિત્વશક્તિથી તેની ઉપર અતિશય રાજી થયો હતો. આ પ્રમાણે જોઈને ત્યાંના મહા કવિઓ એકત્ર થઈ વિચારમાં પહ્યા. “અહો ! આ આપણે રાજા મૂઢ એવા શેવાળ ઉપર મોહિત થયો છે. એને તો આ ગેપાળ જ પ્રિય થઈ પડ્યો છે; પણ એમાં આશ્ચર્ય નથી; કારણ કે તુચ્છ જાતિવાળી પણ સ્વરૂપસુંદર દાસી પોતાની ચતુરાઈવડે રાજાને પ્રિય થઈ પડે છે. તે સમયે કુળવંતી રાણીઓની તે અવજ્ઞાજ થાય છે. આ અધમ જાતિના ગોપાળની કળામાં મુંઝાયેલ રાજા આપણી અવજ્ઞા કરે છે, તો તે માટે કોઈ ઉપાય શોધવો જોઈએ. જુઓ, આપણે સર્વે સમસ્ત કાવ્યાદિ કળામાં પરિપૂર્ણ છીએ, છતાં રાજાનો પ્રસાદ નહિ મળવાથી આપણા ઘરમાં દારિઘ કાયમ રહ્યું છે. ઉપરાંત આ ગોવાળે આવીને આપણા સર્વના ભાણામાં પથરે નાખે છે. તો આ વિષયમાં હવે આપણે શું કરવું ? “ઇત્યાદિક વિચાર કરતાં તેમણે એક ઉપાય શોધી કાઢીને એક દિવસ રાજસભામાં તેમણે રાજાને કહ્યું. “મહારાજ ! આ આપણા નવા કવિને આપ પૂર્વના ભાગ્યથકી જ પામ્યા છે, માટે આ ગોવાળ-પશુપાળ છે એમ જાણીને તેની અવહેલના કરશો નહીં. કેમકે શ્રીમહાદેવે પોતે પણ પશુપાળનું નામ તે ધારણ કરેલું છે. વળી એની કવિત્વ શક્તિ, પ્રાકૃત ભાષા એ સર્વે અપૂર્વ છે. અમારા સરખાને પણ માન્ય અને દેવને પણ દુર્લભ એવા એનામાં ગૌરવયુક્ત ગુણો છતાં એ વંઠની માફક એકલા છે, પરણેલા નથી. આપ શ્રીમાન તેના નાયક હોવા છતાં તેની આટલી પણ કદર ન થાય એ અમને મોટું દુઃખ છે. અમારે પણ માન્ય, આપને પણ માન્ય એવા આ સર્વોત્તમ કવિને ખાવા પીવાનું ઠેકાણું