________________
ધમ્મિલ કુમાર. વામાં જ લીન રહેતું હતું, જેથી કામરૂપી બગલે તેને પકડવાને અશક્ત થયું હતું. પંચંદ્રિયરૂપી ચપળ ઘોડાઓ જે કે સ્વભાવે કરીને જ ચપળ હોય છે-દુ:ખે કરીને દમવા યોગ્ય હોય છે, છતાં પણ સત્સંગથી–ગુરના ઉપદેશથી-જ્ઞાનના અભ્યાસથી ઈદ્રિયેનું ચાપલ્ય તેણે સ્વાધીન કર્યું હતું. સુરેંદ્ર પણ પુત્રને યેગ્ય ઉમ્મરનો જાણું તેને માટે કન્યાની તપાસ કરવાનો વિચાર કરવા લાગે ત્યારે કરપીડનથી ડરતે ધમિલ પિતાના ચરણમાં નમન કરીને વિનંતિ કરવા લાગ્યા. “પિતાજી! સુખશાંતિનો નાશ કરનારી મારા લગ્ન સંબંધી વિચારણા કરશો નહિ, કિંતુ જ્ઞાનરૂપી અમૃતની તૃપ્તિમાં મારા દિવસો જાઓ. વિવાહ કરેલા પુરૂષના દિવસે નિરંતર ચિંતામાંજ જાય છે. આ મારી સ્ત્રી, આ મારો પુત્ર, આ મારી લક્ષ્મી, ઈત્યાદિક વિચારણામાં તેના સ્વતંત્ર સુખનો નાશ થાય છે; તેમજ સ્ત્રી પુરૂષની કળાકુશળતા, દયા, કવિત્વ આદિ ગુણશ્રેણિને નાશ કરનારી હોય છે. પિતાજી! તે સંબંધમાં એક દાંત કહું છું તે સાંભળન પૂર્વે ભગપુર નગરમાં અરિમર્દન રાજા રાજ્ય કરતો હતો, જાણે બીજે શદ્ર હોય તેમ પૃથ્વીની સર્વે દિશાઓને પિતાના પ્રતાપે કરીને તેણે તાબે કરી હતી. ત્યાં વનમાં કોઈ એક ગોવાળ ગાયે ચારતો ચારે કોઈ મની નીચે પત્થરની શિલા ઉપર બેઠો કે સહસા તે ઉલ્લાસને પાયે, તેની અજ્ઞાનતા નાશ પામી, તે ગોવાળની અશુદ્ધ ભાષા વિદ્વાનની માફક શુદ્ધ થઈ ગઈ, ને અકસ્માત્ કવિત્વશક્તિ તેનામાં પ્રગટ થઈ. ખુદ સરસ્વતી તેના ઉપર પ્રસન્ન થઈ હોય તેમ તે નવાં નવાં ઉચ્ચ ભાવભર્યા કાવ્ય બનાવવા લાગ્યા. પોતાની આ અપૂર્વ શક્તિને ચમત્કાર નૃપસંભામાં બતાવિવાને માટે તે ગોપાળ પશુ પાળવાનું કાર્ય છેડી દઈને રાજદરબારમાં આવ્યા. સભામાં અભિનવ કાવ્ય બલવાવડે પ્રઢ કવિઓ પણ જેને મર્મ સમજી શકે નહિ એમ તેમને ચમત્કાર પમાડતા તેણે ધરાધિપને પ્રસન્ન કર્યો. તેની કવિત્વશક્તિથી પ્રસન્ન થઈને રાજાએ પોતાની પાસે તેને આસન આપીને બેસાડ્યો; કેમકે જગતમાં લતાઓમાં જેમ કલ્પલતા શ્રેષ્ઠ છે તેમ કળાઓમાં વાકકળાને