________________
ધમ્મિલ કુમાર જનનાં દુઃખને પોતાની લહમીરૂપી આથી દૂર કરવા લાગે; વળી પંચ નમસ્કાર મંત્રને પ્રતિદિવસ હૃદયમાં ધારણ કરી તેનું સ્મરણ કરવા લાગ્યું. તેમજ આચાલ્લાદિ તપ કરવામાં પણ નિરંતર સાવધાન રહેવા લાગ્યું. રાજાની સહાયતાથી સર્વે પ્રાણીઓ પ્રતિ કરૂણા નજરે જોનારા સુરેદ્ર નગરમાં અમારીપટહ વગડાવ્યો. એવી રીતે કડીથી કુંજર ને રંકથી રાય પર્યત સર્વે ને ભયમાંથી તેણે મુક્ત ક્ય, જિનચૈત્યમાં અષ્ટાન્ડિકામહોત્સવ કરાવવા લાગ્યો, પ્રતિદિવસ એવી રીતે ધર્મકાર્યમાં મગ્ન રહેતાં ધર્મના પ્રભાવથી ને દેવતાઓના સાંનિધ્યપણાથી છીપમાં મુક્તાફળની જેમ સુભદ્રાએ ગર્ભને ધારણ કર્યો.
પ્રસન્ન વદનવાળી, અને ગૂઢ ગર્ભને ધારણ કરનારી, પ્રભાતકાળની સંધ્યા સમી કંઈક અરૂણ અને કંઈક પીત એવી વિલક્ષણ કાંતિવડે શોભતી સુભદ્રાને જોઈ તેણીને ગર્ભવતી જાણુને શ્રેષ્ઠી પણ વાણથી અતિરિક્ત એવા હર્ષને પામ્યા. ગુરૂનાં વચનથી આ સંસારમાં તેને પુત્રરૂપી મહાન લાભ થતો હોવાથી તેમનાં વચનને તેઓ વારંવાર યાદ કરવા લાગ્યા, અને તેમને ઉપકાર માનવા લાગ્યા.
પ્રકરણ ૮ મું.
- ~ધમ્મિલ કુમાર.
સેરઠે. “ બારે રવિ ઉગંત, ચોસઠ દીવા જે બળે;
જસ ઘેર પુત્ર ન હુંત, મનની મનમાં રહી ખરે!” ગર્ભના હિતને માટે સુભદ્રા વિધિપ્રમાણે તેનું પાલન કરવા લાગી. તે સાદું અને હલકું જ ભોજન કરતી, અતિ નિદ્રા નહિ તેમ અતિ જાગરણ નહિ. એવી રીતે તેણી નિદ્રા લેતી હતી. પહેરવામાં, ઓઢવામાં નિયમિત રીતે વર્તતી હતી, તેની સાહેલીઓ ડગલે ડગલે તેની કાળજી રાખતી હતી. એ પ્રમાણે ગર્ભનું પાલન