________________
સંસાર પથની વાટે.
૪૧
કરીને જે અસાધ્ય હાય છે, એવું દુધટ કાર્ય એક માત્ર ધર્મ વડે કરીને સાધ્ય થાય છે. જે પુરૂષા ધર્મના ત્યાગ કરીને સંસારમાં સુખાની ઇચ્છા કરે છે, તે જડ પુરૂષા ખીજને વાવ્યા વગર ફળપ્રાપ્તિની આશા રાખે છે. દુનિયામાં પણ જોવાય છે કે વ્યાપાર વગર લક્ષ્મી નથી, મુદ્ધિ વગર બેાધ નથી, મેઘ વિના વૃષ્ટિ નથી, લેાજન વિના પુષ્ટિ નથી, સુભટા વગર લડાઇ નથી, મનુષ્યા વગર ગામ નથી, સદ્ભાવ વગર મિત્રતા નથી, તેવી રીતે પુણ્ય વગર સાખ્યની પ્રાપ્તિ થતી નથી. માટે હે શ્રેષ્ઠિન ! તમે ચૈત્યને વિષે પૂજા, ચુની ભક્તિ, સુપાત્રદાન ને અનુક પાદાન, જપ અને તપ એ પાંચે વસ્તુઓ સકળ આપદારૂપી દુર્ગના નાશ કરવાને સમર્થ છે તે કરા.” યુગ ધર મુનિની એ પ્રમાણેની સુધાસમી વાણી પ્રકૃતિએ કરીને નિર્મળ એવા શ્રેષ્ઠીએ હૃદયમાં ધારણ કરી. તેમજ ચૈત્યપૂજાની વાત મુનિના મુખથકી સાંભળીને સુભદ્રાને પોતાના કુમારપણામાં કરેલી પ્રતિજ્ઞા સ્વપ્નની માફ્ક સ્મરણમાં આવી, અને વિચારમાં પડી કે, “ હા ! પ્રમાદવશે હું સ્વપ્રતિજ્ઞાભ્રષ્ટ થઇ ! ખચીત ! અજ્ઞાનથકી જિનપ્રતિમાની મેં અવજ્ઞા કરી, તેથીજ વંધ્યત્વનો દોષ મને પ્રાપ્ત થયા, આજથી હવે મારે જિનેશ્વરની ભિકત કરીને પછીજ ભાજન કરવું. ” ઇત્યાદિ વિચાર કરી સહિયરા સાથે ત્યાંથી ઉઠીને સુભદ્રા જિનમંદિરમાં ગઇ. ત્યાં જઇને મુખ્યમુખી એવી સુભદ્રા પિતાની માફક જિનેશ્વરને ક્ષમાવતી પૂજા ભક્તિ કરવા લાગી. તેમજ ચેત્યાધિષ્ઠાયિક વ્યંતરદેવતાઓની પ્રસન્નતા માટે તેણીએ મેાટે મહોત્સવ કર્યો.
,,
સુરેદ્રશ્રેષ્ઠી ગુરૂને વાંદી તેમની શિક્ષા હૃદયમાં ધારણ કરતા પેાતાને ઘેર આવ્યેા, સંતુષ્ટ હૃદયવાળી સુભદ્રાએ સર્વ પરિજન સાથે પતિને જમાડીને પછી પોતે ભાજન કર્યું.
ત્યારથી શ્રેષ્ઠી પણુ ગુરૂનાં વચનને વિધિનાં સૂત્ર માફ્ક ગણતા જિનેશ્વરની ભકિત કરવા લાગ્યા. પ્રતિદિવસ ગુરૂનાં દર્શન કરી તેમના ચરણમાં વંદન કરી પાવન થવા લાગ્યા. અર્નિશ આપઢારૂપી સર્પણીથી ડસાયેલા અનાથ દીન અને