________________
સંસારસુખની વાટે. કાજળ સમાન કાળાં નેત્રમાંથી અશ્રુમૂકતી અને પોતાના નીલ વસ્ત્રથી તેનું પ્રમાર્જન કરતી સુભદ્રા ગદ્ગદ્ કંઠે બેલી. “સ્વામિન ! મારા દુખ તરફ ન જુઓ, તમે તમારાં કાર્યમાં સાવધ રહો, જે પાપ મેં ગત ભવમાં કરેલું હોય તે અત્યારે મારે ભેગવવુંજ જોઈએ. જે દુઃખને પ્રતિકાર કરવાને દેવતાઓ પણ શક્તિવાન નથી, તો પછી માનવોથી તો શું થાય ? જે તમારે સાંભળવું પણ વૃથા છે તે પછી તેના પ્રકાશવડે કરીને શું ? આપણને આટલો બધો પરિવાર છતાં આપણે એકલાં છીએ; પુત્ર વગર છતી આંખે આપણે અંધ છીએ, કૃતિમાં કહ્યું છે કે-પુત્ર વગર લેકમાં શુભ થતું નથી, તે માટે પુત્રનું મુખ જોયા વગર ઉભય લોક તેના સુધરતા નથી. પુત્ર રહિત તમે આટલી બધી લક્ષમી ઉપાર્જન કરે છે પણ જે તેને કેઈ ભેગવનાર નહિ હોય, તે એ ઉપાર્જન કરેલી લક્ષમી સાથે કેણ ખેલશે ? આપણું વૃદ્ધાવસ્થામાં કીર્તિ, લક્ષ્મી કે સર્વસ્વ હે પ્રિય ! પુત્ર વગર કેવી રીતે શોભો ? જે વસ્તુઓ તમે મેળવી છે, વૃદ્ધિ પમાડી છે. તે તમારા વગર તમારી પાછળ પુત્ર વગર અન્ય કોણ ભેગવશે ?આ પ્રમાણે કહીને દુઃખથી મુંઝાયેલી તેણુએ હૃદયને ઉભરે પતિ આગળ ખાલી કર્યો. પછી શ્રેષ્ઠી બોલ્યા કે –
હે પ્રિયે ! તારૂં યુક્તિયુક્ત કથન સર્વથા સત્ય છે. હું પણ જાણું છું કે ગૃહસ્થને આ થકી મોટું દુ:ખ બીજું કોઈપણ નથી. પરન્તુ એ દેવાધીન કાર્યમાં મનુષ્ય પ્રાણી શું કરી શકે ? છતાં પણ હે સુભ્ર ! પુત્રની ઈચ્છાવડે કરીને બળવાન એવાં પૂર્વકર્મને ઉપકમ કરવાને યત્ન કરીશ. કર્મવડે કરીને ગ્લાનિ પામેલા પુરૂષની પણ વૈદ્યો શુ ચિકિત્સા કરતા નથી ? કર્મ વડે જડ થયેલા પણ મંત્રાદિશક્તિ વડે કરીને શું બુદ્ધિમાન નથી થતા? દુષ્કર્મને યેગે નદીમાં ડુબતાને તારાઓ શું નથી બહાર કાઢતા ? એવી રીતે દુષ્કર્મથી બંધાયેલે આત્મા ધર્મવડે શું મુક્તિને પામતો નથી ? પામે છે, માટે જે પરાક્રમી પુરૂષો હોય છે તે પોતાની આત્મશક્તિથી અસાધ્ય કાર્યો પણ સિદ્ધ કરી શકે છે. એ પ્રમાણે પ્રીતિવચનવડે તેણે પ્રિયાને આશ્વાસન આપ્યું.