________________
ધમ્મિલ કુમાર. એ સર્વે નિરર્થક છે-લઘુતાને પામે છે. વળી રાજા જેમ ન્યાય વગર શોભે નહિ તેમ આવક વિનાને ખર્ચ, ચક્ષુ વિનાનું મુખ, હાર વગરનું હદય અને સદાચાર વગર ગુરૂ પણ શોભા પામતા નથી, તેમ મારું આ ગૃહ ચિત્તને આનંદદાયક એવા પુત્ર વગર શોભતું નથી. જગતમાં અપત્ય રહિત સ્ત્રીઓ આનંદનું મંદિર થતી નથી. જે સ્ત્રીઓ પુત્રવતી છે તેને જ હું ધન્ય માનું છું. અભદ્રા એવી હું કે જેનું નામ માતપિતાએ સુભદ્રા પાડ્યું છે, તેમાં હું માનું છું કે તેમની કાંઈક ભૂલ થઈ છે, કેમકે નામથકી હું સુભદ્રા છતાં કઈ મંગળકારી કાર્યમાં રિક્તા તિથિની માફક કેસર્વજને મને દૂર કરશે. ” ઈત્યાદિ વિક૯૫ કરતી અને ચિતારૂપી દાવાનમાં દશ્ય થતી મંદ પગલાં ભરતી સુભદ્રા મહેલની અંદર ચાલી ગઈ. પ્રભાતને સુવર્ણમય સવિતા નારાયણ ઉદય પાપે ને જગતમાંથી રાત્રી સંબંધી અંધકારનો નાશ થયો, કિતુ તેણીના હોં ઉપર રહેલી અનપત્યના દુ:ખની છાયા તે વૃદ્ધિ જ પામવા લાગી. લુહારની ધમણમાફક તે જેરથી શ્વાસોશ્વાસ લેવા લાગી. સળગતી ચિતાની માફક તેના અંતરમાં પ્રદિપ્ત થયેલી પુત્ર સંબંધી ચિંતા તેને બાળવા લાગી. તેણું સ્નાન કરતી નહોતી, ખાતી પીતી નહોતી, હસતી નહોતી, બેલતી નહોતી, જાણે સર્વસ્વ નાશ પામ્યું હોય તેમ તે આખો દિવસ શોકમય થઈને રડ્યા કરતી હતી. સંસારને સર્વ વ્યાપાર છેડીને, પુત્રની આકાંક્ષાવાળી સુભદ્રા, પુત્રવિયોગિની એવી જાણે ગિની હોય તેમ રહેવા લાગી. પોતાના આત્માને અત્યંત દુખી માનવા લાગી.
એક દિવસ રાજાની પાસેથી આવેલા સુરેંદ્રષ્ટી સુભદ્રાને તેવી સ્થિતિમાં જોઈ તેણીને તેના દુઃખનું કારણ પૂછવા લાગ્યા
પ્રિયે! આજે તારા ચિત્તમાં શું દુ:ખ છે કે જેથી તારું આ ચંદ્રવન અંધકારથી ગ્રસ્ત થયેલું છે?” પતિએ આ પ્રમાણે પૂછયું છતાં આ દૈવને જ દેષ છે એમ ધારીને તે મન રહી-કાંઈબલી નહીં.
“તારૂં દુઃખ મને કહીને તારો ભાગીદાર બનાવવાને શું હું યોગ્ય નથી? એક ચિત્તવાળા સ્ત્રી પુરૂષને સુખદુ:ખમાં ભેદપણે રહેવું તે યુક્ત નથી.” ફરીને સુરે તેણીને કહ્યું.