________________
સંસાર સુખની વાટે.
૩૭ વેરી થાય તેમ આ તો એક નમસ્કાર સર પણ કરતી નથી. જો કે પુત્રી માફક ગણીને અમે એને પરણાવી છે છતાં પણ પિતાની માફક એ પ્રમાદિનીને થોડીક શિક્ષા પણ કરી બતાવવી, આપણે તેના ગર્ભને થંભન કરો કે જેથી તે પુત્રનું મુખ જેવા પામે નહિ.” ઈત્યાદિ વિચાર કરતા તે ચૈત્યવાસી દેવતાઓએ લગ્ન થકી જ દુગ્રહોની માફક તેના ગર્ભનું સ્થંભન કર્યું. જેથી ઘણે કાળ જવા છતાં તે પુત્રનું મુખ જોઈ શકી નહિ. જગતમાં એવી કોઈ વસ્તુ નહોતી કે જે તેમના મંદિરમાં ન હોય; પણ એક બાલ્યક્રીડાની ચેષ્ટાને કરતો એવો મનને પ્રિય પુત્ર નહોતો. તે સિવાય સર્વે કંઈ તેમને ત્યાં હતું. બીજી સર્વ રીતે કુદરત તેમને અનુકૂળ હતી.
એક દિવસ નિશા સમયે-દિવસ ઉદયને થોડીવાર હતી, છતાં હજુ અંધકારનું જોર શમ્યું નહોતું એવા અવસરે પોતાના વિશાળ મહેલની બારીએ તે ઉભી હતી, ચોતરફ નજર કરતાં તેણીએ એક સ્ત્રીને ઉતાવળે જતી જોઈ. તે સ્ત્રીએ એક બાળક કેડ ઉપર તેડેલું હતું, બીજું આંગળીએ વળગાડેલું હતું અને એકને સ્કંધ ઉપર ધારણ કરેલું હતું. ફાલેલી લતાની માફક એ સ્ત્રીને જોઈ અચાનક સુભદ્રાના હૃદયમાં ખેદ થયે. તેનું મેં પડી ગયું. શેકની છાયા છવાઈ રહી. તેને ભાન થયું કે “હજી મને પુત્ર થયો નથી. પરણ્યાને આજે કેટલાંય વર્ષો પાણીના પ્રવાહની માફક વહી ગયાં પણ એક પુત્ર વિના તે સર્વે નિરર્થક ગયાં. હા ! જગને ન્યાય તે જુઓ! એ વિધિ શું આવાં જ ઉલટાં કામ કરે છે કે જેને ઘણું દીકરાઓ હોય છે તે પ્રાય: નિધન હોય છે અને ધનવાનને ઘરે એક પુત્રની પણ તાણ હોય છે–એક પણ હોતો નથી. એ વેરી વિધિના દુશ્લેષ્ટિતને ધિક્કાર છે! અરે એક તે સ્ત્રી જન્મ જ સર્વદા કષ્ટદાયક છે. ડગલે ડગલે તેને શંકા થયાં કરે છે. પગલે પગલે તે ભય પામ્યા કરે છે. તેથી પણ વંધ્યાપણું તો તેને ઘણું વધારે પ્રગટ દુઃખદાયી છે. સરોવર ગમે તેવું સુંદર અને બાંધેલું હોય પણ જળ ન હોય તે તે શોભતું નથી. પૃથ્વી વિરથી પણ વીર પુરૂષોને પ્રગટ કરનારી ન હોય તે, ગમે તેવું મોટું અને મનરંજન મંદિર હોય પણ ધ્વજા ન હોય તે, બેલનાર કારણ વગર બડબડાટ કરતો હોય તે,