________________
સંસાર સુખની વાટે,
(૩૫ પણ જિનમંદિરમાં ભગવાન આગળ કરેલી પ્રતિજ્ઞા સુખમાં પડવાથી વિસરી ગઈ. પ્રાપ્ત થયેલા ભેગમાં લીન થયેલી સુભદ્રા ચેય તે દૂર રહ્યું પણ પોતાના ઘરમાં રહેલી પ્રતિમાના પણ દર્શન કે પૂજન કરતી નહીં. સંસારમાં પ્રાણીઓ પ્રાય: કરીને પુણ્યગથી મળેલા ભેગસુખમાં આસક્ત થઈને તે સમયે ધર્મકાર્ય ભૂલી જાય છે. એવી રીતે સંસારસુખભેગવતાં ઘણે કાળ તેમને નિર્ગમન થયે.
પ્રકરણ ૭ સે.
સંસારસુખની વાટે. સંસારમાં પ્રાણીઓને વૃદ્ધાવસ્થા ઘણું જ દુઃખદાયક હોય છે. મનુષ્ય એમ સમજે છે કે વનવયમાં સંસારસુખ ભેળવીને વૃદ્ધાવસ્થામાં આપણે ધર્મ કરશું, પણ તેમની એ ભૂલ તેમના અપપણુથી સમજવામાં આવતી નથી. વૃદ્ધ વયે શરીરની શક્તિઓ જ્યારે મંદ પડી જાય છે ત્યારે સુખની લાલસાઓ ઉલટી વધતી જાય છે, માટે ચતુર પુરૂષે વૃદ્ધાવસ્થાથી દેહ જ્યાં લગી જર્જરીભૂત થયો ન હોય તે પહેલાં આત્મહિત કરવામાં તત્પર રહેવું. મેં લક્ષમી ઉપાર્જન કરી સંસારમાં આજ લાગી અનેક પ્રકારના ભેગે ભેળવવામાં માત્ર અર્થ અને કામની સાધના કરવામાં મારી અમૂલ્ય છંદગી ગુમાવી છે; પણ એ બન્નેનું મૂળ જે ધર્મ તે હું વિસરી ગયો છું. હવે મારે આ અવસરે તેમાં જ લક્ષ્ય આપવું ગ્ય છે. હા ! સંસારમાં મનુષ્ય અલ્પ સમયના પ્રયાણને માટે પણ પાથેય-ભાત) ની સગવડ કરીને પછી જાય છે, તે પરલોકના લાંબા વખતના પ્રમાણમાં પ્રાણીઓ કેમ નિશ્ચિતપણે રહેતા હશે? અરે ! સામાન્ય શત્રુ માથે ગાજતે હોય તે પણ પુરૂષને સુખે નિદ્રા આવતી નથી, તે મૃત્યરૂપી ભયંકર શત્રુ અહર્નિશ પાસે છતાં મૂઢ મનુષ્ય આશ્ચર્ય છે કે સ્વસ્થપણે રહે છે. તે હવે પ્રભાત સમયે સંસારનો ભાર ઉપાડવામાં સમર્થ એવા પુત્રને ગુહને ભાર ભળાવીને શિવવધુની દૂતી સમી આહુતી