________________
સુરેન્દ્ર અને સુભદ્રા
૩૩ જેમ તેમ બોલવું, જે તે ખાવું અને જ્યાં ત્યાં બેસવું ને સુવું એ બાળકોને માટે હોય; યુવાન અને વિચારવંત પુરૂ તેમ કરતા નથી. તો શેઠજી! બળાત્કારે તેની પાસે કબુલ કરાવવાથી શું ? બેદિલીથી કરાવેલા વિવાહનું પરિણામ સારૂં આવતું નથી.” એમ કહીને આવેલા શેઠના સંબંધીજનો શેઠની રજા લઈ પાછા ફર્યા. સાગરશેઠ પાસે આવીને તેમણે વિવાહમાં આવેલા વિપ્નની વાત કહી સંભળાવી અને સુભદ્રાને ચાર પ્રશ્નો આપ્યા. પ્રશ્નો જોઈને સુભદ્રા મુંઝાણી. સખીઓ સાથે તે રડતે હદયે કહેવા લાગી—“ આ અપૂર્વ પ્રશ્નો છે. હું એનો ઉત્તર આપી શકું તેમ નથી.” એમ બેલતી તે બાળા રડવા લાગી, તેવારે પૂર્વે અરિહંતના મંદિરમાં તેની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા દેવતાઓ આકાશમાં રહીને બેલ્યા, અર્થાત્ આકાશવાણી થઈ. “પુત્રી! શેક ન કર. સુખે સમાધે રહે. અમે તને સહાયકારી થઈશું.”
આહંતુ ભક્તિથી પ્રસન્ન થયેલા દેવતાઓની સહાયથી તરતજ જાણે પૂર્વ ભણી ગઈ હોય તેમ સુભદ્રાએ તે પ્રશ્નોને ઉત્તર આ પ્રમાણે લેકબદ્ધ લખે.
निश्चलः स्नेहलो धर्म-श्चित्प्रकाशो निरंतरं ।।
विद्या सर्वोत्तमो लाभः, शीलं रूपमविस्रसं ॥१॥ ભાવાર્થ-ધર્મનેહ એજ નિશ્ચળ સમજે, અર્થાત્ નિશ્ચળ સ્નેહ તો એક ધર્મનો જ છે, નિરંતર પ્રકાશક એક જ્ઞાન જ છે, સર્વોતમ લાભ વિદ્યાલાભ છે, અને અવિસ્મસ રૂપ તે શીલ છે.
એ પ્રમાણે લેક લખીને સુભદ્રાએ સખીઓને આપે. હર્ષથી ખુશી થતી સખીઓએ તે લોક સાગરશેઠને આપે. ને સાગરશેઠે સમુદ્રદત્ત શેઠને મેકલાવ્યો. પોતાની પાસે બેઠેલા સુરેંદ્રને પિતાએ તે લેક આપે. સુરે તે વાંચી છે. તે શ્લોક તેને લોકોત્તર આનંદ કરનારે થયો.
સમુદ્રષ્ટી પણ વિચારમાં પડ્યો. “વાહ ! આ બાળા છે છતાં પણ એની બુદ્ધિ કેવી અધિક છે! વયેવૃદ્ધ પુરૂષે પણ આવી