________________
ધલિ કુમાર, અપૂર્વ મતિ જોઈને કોણ હર્ષથી પિતાનું માથું ધૂણાવતા નથી? - નક્કી આ બાળાને બે નેત્ર ઉપરાંત ત્રીજું જ્ઞાનરૂપી નેત્ર પણ છે કે જેનાથી તેણી લોકથકી દૂર એવા ઈતર અર્થોને પણ જોઈ શકે છેજાણી શકે છે. આવા વિજ્ઞાનથી ખચીત તે બાળા ગુણના સ્થાનરૂપ હશે. ગુણવતી અને બુદ્ધિમતી આ બાળાને વિષે જે આનું ચિત્ત નહિ માને તે પછી તેને ખરેખર પશુ સમજ.” એમ વિચારીને તેણે પુત્રને અભિપ્રાય પૂછયો. સુરેંદ્ર પિતાના વિચારને અનુમોદન આપ્યું, એટલે સમુદ્રદત્ત શ્રેણીમાં આવેલા માણસની સાથે
માગું કબુલ રાખ્યું છે” એમ સાગરશેઠને કહેવરાવ્યું. તે માણસે સાગરશેઠને સર્વ હકીકત કહી સંભળાવી.
એ હકીકત સાંભળીને સાગરશેઠ બહુ ખુશી થયે. સુભદ્રા પણ પિતાના મનોરથ ફળીભૂત થયા જાણીને આનંદિત થઈ. સાગરશેઠે સગપણ કર્યા પછી બન્ને ઘરે વિવાહની તૈયારીઓ થવા લાગી, રમણીઓ મંગળ ગીત ગાવા લાગી.
વર વહુ બન્ને લગ્નના દિવસ ગણવા લાગ્યા. એમ કરતાં કરતાં લગ્નનો દિવસ પણ આવી પહોંચે અને સુરેંદ્રનાં મોટા મહત્સવપૂર્વક સુભદ્રા સાથે લગ્ન થયાં. હસ્તમોચનમાં સાગરશ્રેષ્ઠીએ કેટી ગમે ધન આપી જામાતૃને સંતોષે. લગ્નક્રિયા સંપૂણ થતાં સુરેંદ્ર વધુ સહિત પોતાના પરિવારે પરવર્યો થકે પોતાને ઘરે ગયો, અને મનુષ્ય છતાં અમરની ઉપમા સમાન ભેગો સુભદ્રાની સાથે ભેગવવા લાગે. પૂર્વે એક બીજાની કળાકુશળતાની જેમણે પરીક્ષા કરી છે એવાં તે બે જણનાં મન પ્રીતિરૂપ દોરીથી એવા મજબુત બંધાયાં કે તેને ભેદવારને કોઈ પણ સમર્થ થયું નહીં. કોઈ વખત વાણીના વિકાસમાં સમય પસાર કરતાં અને કઈ વખત સમસ્યાઓમાં સમય વીતાડતાં તે અશન વેળા પણ જાણતાં નહિ. ઈત્યાદિક અનેક પ્રકારની સંસારની રમતોમાં મસ્ત રહેતાં, અને અતિ પ્રેમથી એક બીજામાં આસક્ત થયેલ એવાં તે દંપતી સંસારમાં સુખભેગ સિવાય બીજા સર્વે કાર્ય ભૂલી ગયાં. સુભદ્રા
૧ જમાઈ. ૨ ખાવાનો વખત.