________________
છતાં કહ્યું,
૩૨
બસ્મિલ કુમાર. કુળના માણસો સારી ગુણવંત રૂપવંત એવી કન્યા માટે આપણે . ઘેર તારે સારૂ પ્રાર્થના કરવા આવે અને હું ના પાડું એ કાંઈ વાસ્તવિક ન કહેવાય. વ્યવહારમાં જરા ઉલટું કહેવાય. લોકે કહેશે કે ભાઈ! શું ધનને મદ ચઢ્યો છે? અમારી કન્યામાં શું ખોડખાંપણ હતી, કે અમે શું હલકા કુળના હતા, જેથી ઉલટા તેમને ઘેર આપવાને ગયા, છતાં ના પાડી ? માટે હું એમને ના તો પાડી શકીશ નાહ.” સુરેદ્ર કહેલી વાત સાંભળ્યા પછી સમુદ્રદત્ત શ્રેષ્ટીએ તેને આ પ્રમાણે કહ્યું.
“તમારો અતિ આગ્રહ છે તો મારા ચાર પ્રશ્નના ઉત્તર તે બાળા આપે તે હું તેની સાથે તમારી મરજી મુજબ ખુશીથી પાણિગ્રહણ કરીશ.” પુત્ર સુરેદ્ર પિતાનાં વચનને કાંઇક અંગીકાર કરતાં કહ્યું.
તારા તે ચાર પ્રશ્ન ક્યા ક્યા છે?” એમ પિતાએ તેને પૂછયું. પિતાના પ્રશ્નના ઉત્તરમાં સુરે તે ચાર પ્રશ્ન કહી બતાવ્યાં“ નિશ્ચઃ નૈ ત્રિ, ૪: કાશો નિરંતરંગ
છે વા સર્વોત્તમો જામ, રિશ્રમવશ્ર” ? |
ભાવાર્થ–“નિશ્ચળ સ્નેહ ક? નિરંતર પ્રકાશ કરે એવું શું? સર્વોત્તમ લાભ શું કહેવાય? અને અવિશ્વસ–શુદ્ધ રૂપ કયું?”
આ ચાર પ્રશ્નોના જે તે યોગ્ય પ્રત્યુત્તર આપશે તો તે મારી પ્રાણપ્રિયા થશે.” તેને આવો નિશ્ચય જાણુને શ્રેષ્ઠીએ કહ્યું. “વત્સ ! તારે કદાગ્રહી થવું તે ગ્ય નથી. સારા કાર્યમાં વિલંબ કરવાથી તે કાર્ય સિદ્ધ થઈ શકતું નથી. સાગર જેવો સંબંધી, સુભદ્રા જેવી કન્યા, અને આવા સ્વજનવર્ગ એ ભાગ્યયેગે જ આપણને પ્રાપ્ત થયા છે. આ સારે ગ અત્યારે જ કરીએ તે ફરીને જ્યારે પામીએ?”
પિતાજી! મેં જે કહ્યું છે તે કદિ વૃથા થશે નહિ, તે હવે બીજી ચિંતાવડે કરીને શું ? ભાગ્યમાં જેની સાથે સંબંધ લખાયો હશે તેની સાથે થશે.” સુરેંદ્ર છેવટની વાત કહી સંભળાવી. .