________________
ધમ્મિલ કુમાર એક દિવસ તે નગખા ઉધાનમાં સંસારસાગરમાં ડુબતા ' પ્રાણીઓને પ્રવહણ સમાન ત્રણ જ્ઞાને યુક્ત એવા યુગધર મુનીશ્વર વિચરતા વિચરતા પધાર્યા. જેમ જેમ નગરજનેને ખબર પડતી ગઈ તેમ તેમ પરવાસી જન તેમનાં દર્શન કરવાને જવા લાગ્યા. સુરેંદ્રશ્રેણી પણ પ્રિયાની સાથે રથમાં બેસીને મુનીશ્વરને વંદન કરવાને ગયા. તે સર્વે પર્ષદા આગળ મુનિ મધુરગિરાએ દેશના દેવા લાગ્યા. “હે ભવ્યજનો ! લવારણ્યમાં ભ્રમણ કરતા પ્રાણીઓને અમૃતરસ સમે માનવભવ પ્રાપ્ત થાય છે, તેમાં પણ અનેક ધર્મ ભેદમાં કલ્પદ્રુમ સમ જૈનધર્મ : પૂરા ભાગ્યથી પામે છે. જે જૈનધર્મરૂપ કલ્પવૃક્ષનું મૂળ તે બેધિબીજ-સમકિત છે. દયા એ તેનું થડ જાણવું, દાનાદિક ગુણો તેની શાખાઓ સમજવી, લક્ષ્મી એ તેનાં પાંદડાં અને અને કીર્તિ પુષ્પ જાણવા. તેમજ એ જૈન ધર્મ રૂપી વૃક્ષનું ફળ તો મુક્તિગમન સમજવું. મિથ્યાત્વરૂપી અંધકારવડે કરીને વિવેકરૂપી લોચન જેનાં નાશ પામ્યા છે, એવા ભ્રષ્ટમતિ છે પોતાનું અણમોલ માનવજીવન ક્ષણિક વિષયસુખમાં હારી જાય છે.” એ પ્રમાણેની દેશના સાંભળીને લોકો પોતપોતાના સ્થાનકે ગયા.
તે સમયે સુરેન્દ્રદત્તશ્રેષ્ઠી તે મુનીશ્વરની સ્તુતિ કરતાં કહેવા લાગ્યા કે “હે પ્રભો ! ઉભયલોકની પીડાને દૂર કરવામાં આપ સમાન અન્ય કોઈ સમર્થ નથી. જેવી રીતે ધર્મકથાવડે તમે પરલોકના હિતને ઉપાય બતાવ્યો તેમ મને આલોકમાં હિતકારી પુત્રપ્રાપ્તિને ઉપાય બતાવો. નિશ્ચય હું પુણ્યવાન છું કે મને આપનાં દર્શન થયા છે, કેમકે નિર્ભાગી જી ધૂવડ જેમ સૂર્યનું દશન ન પામે તેમ આપનાં દર્શન પામી શક્તા નથી. વિદ્યા વિદ્યમાન છતાં યેવ્ય જનનાં દુઃખ દૂર કરવાને યોજવામાં ન આવે, તે જાણકાર અને નહિ જાણકારમાં તફાવત શું?”•
સુરેંદ્રશ્રેણીનાં આવાં વચન સાંભળીને મુનીશ્વર બોલ્યાં કે– “સંસારમાં તમે કહ્યું તે સર્વે સાવદ્ય છે, તે માટે મોક્ષાથી જનો એ પાપપ્રવૃત્તિમાં આકર્ષાતા નથી; પરન્તુ તમે ધર્મ સાધન કરો એથી તમારી એ આશા સફળ થશે. જે કાર્ય કરવામાં દેવતાઓ પણું શક્તિવાન નથી, જ્યાં પરાક્રમ પણ ચાલતું નથી, મંત્રાદિવડે