________________
શઠ પતિ શાયં કુર્યાતઃ તમારી મરજીથી જ બે હાથે એને ગ્રહણ કરી છે. એ રીતે આપણું સરત હવે પૂર્ણ થઈ છે, ને રાજા પણ સાક્ષી છે, તો હે નગરજનો! તમે સાંભળે. અહીંયાં સુવર્ણ ભરેલી પેટી પડેલી છે, આ તરફ રત્નની અનેક જાતે કબાટમાં મૂકવામાં આવી છે, છતાં એની દષ્ટિ નિસરણમાં જ પડી, તેજ તેને ગમી ગઈ. જે એને એમાં દિલ લાગ્યું તો તે ભલે લઈ જાય. ” - તે વરરૂચિની આ પ્રમાણેની વાણું સાંભળીને રાજ સહિત લેક “સાધુ! સાધુ! ઠીક થયું, ઘણું સારું થયું.” એ પ્રકારે કહેવા લાગ્યા અને સર્વ નગરના લોકેમાં તે વિટદુષ્ટ હાંસીને પાત્ર થયો.
- ધર્મદત્તે પણ ગંગદત્તની દુષ્ટતાને મર્મ આ સમયે પ્રત્યક્ષ જે. રાજાએ પણ વિષય-વ્યભિચારી ગંગદત્તને તર્જના કરીને ત્યાંથી હાંકી કાઢ્યો.
માળ ઉપર રહેલી સુરૂપા આવી રીતે પોતાની ફજેતી જોઈને “હવે હું લોકને શું મેટું બતાવીશ ?” એમ વિચારતી શકાકુળ ચિત્તવાળી થઈ આપઘાત કરીને મરણ પામી દુર્ગતિએ ગઈ. ધર્મદત્તના ઘરનું એ પ્રમાણેનું નાટક જોઈને રાજા સહિત સર્વે લેક પોતપોતાને ઘેર ગયા. ધર્મદત્ત પણ સ્ત્રીના મૃતકાર્યથી પરવારીને પોતાના મિત્ર એવા વરરૂચિને બીજા પંદરસો દીનાર મેકલાવ્યા અને પોતાના કાર્યમાં સહાય કરી, પિતાની આંખ ઉઘાડી તે માટે તેને ઉપકાર માન્ય.
એક દિવસ વરરૂચિ ધર્મદતને મળવા આવ્યા. વાર્તાલાપના પ્રસંગમાં તેણે ધર્મદત્તને ઠપકો આપતાં કહ્યું કે–“મિત્ર! તારા આવા અતિ ત્રાજુપણુને ધિક્કાર થાએ માણસ નિર્મળ અંત:કરણવાળો છતાં નીચની સોબતથી તેના ગુણ જતા રહે છે. જે ! ખારી ભૂમિમાં મેઘનું જળ પડવાથી તે મીઠું છતાં પણ ખારૂં થઈ જાય છે. ગમે તે મહાન નર પણ કુકલત્ર-કુભાયને ચગે કરીને કળા રહિત થઈ જાય છે. અરે રાજા હોય તોપણ એવા અધમ સંસર્ગથી હલકી મતિવાળો થઈ જાય, તે અન્યની શી વાત? વિષ