________________
ધમ્મિલ કુમાર લોકમાં હિત કરનારી થશે. હવે ફરીને જે કથારસના અધિકપણાથી તને સાંભળવાની ઈચ્છા હોય તે બીજા એક હજાર દિનાર આપ.”
વરચિનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને કથારસમાં લીન એવા તે સાહસિકે બીજા હજાર દિનાર તેને આપ્યા. તેવારે બ્રાહ્મણ બોલ્યો “ શ્રીવિશ્વાણો રજૂર્તવ્યો, ધીમતા હિતમિચ્છતા. ” કલ્યાણને ઈચ્છનારા બુદ્ધિવાન પુરૂષે સ્ત્રીને વિશ્વાસ ન કરવો.” આ પ્રમાણેની બીજી કથા સાંભળીને તું તારી ધીરજ ખોઈ દેતો નહિ. પણ અંતરમાં તે માટે વિચાર કર્યા કરજે. સમય આવ્યે તેનો ઉપગ કરજે.” વરરૂચિએ કહ્યું.
“અહો ! આ વિપ્ર તો લોભના સમુદ્ર જે છે, કે જેણે મને કથાના ન્હાનાથી આ મુજબ દંડ્યો. ખરે લોભથી પરાભવ પામેલા સ્વરૂપવાન એવા પણ આ દ્વિજે મહાસ્થાનને પામતા નથી. જેને તૃષ્ણા ઘણી એવાની લક્ષ્મી પણ શાંત થતી નથી. પ્રાય: કરીને તૃષ્ણાના તાપથી આતુર એવા વિપ્રો જગતમાં મીઠું બોલનારાજ હોય છે. વળી કપાળમાં મોટું તિલક કરીને જાણે લાભની સાક્ષાત્ મૂર્તિ હોય તેવા દેખાય છે. “ ત્રણ લોકને વિષે મારા સરખે બીજો કોઈ લુબ્ધ નથી ” એવું જ્ઞાપન કરવાને ત્રણ રેખા યુક્ત સૂત્રને તે હદય ઉપર ધારણ કરે છે. તૃષ્ણારૂપી તરંગોથી ભરેલું આ બ્રાહ્મણોનું શરીર હોય છે. એના લોભવશે કરીને એ હાને મેં તેને ધન આપ્યું, તે જે પૂર્વ ભવનું કરજ હશે તે તેનાથી મુક્ત થયે.” ઈત્યાદિ વિચાર કરતો ને તેની સાથે માર્ગનું ઉલ્લંઘન કરતો જેમ વહાણવડે સમુદ્રના પારને પામે તેમ
શ્રીપુર” નામના નગરે તે આવી પહોંચ્યું. ત્યાં શહેર બહાર પિતાના માણસો દ્વારા તંબુ ખેંચાવી ઉતારો કર્યો. પોતાના સાર્થને
ત્યાં રાખી પોતે ભેટ લઈ રાજદરબારમાં જવા તૈયાર થયા. તે સમયે તેના મિત્ર વરરૂચિ મધુર શબ્દો વડે તેને કહેવા લાગ્યું. “હે મિત્ર ! ચિરકાળથી હું આ નગરનો રહેવાસી છું. અમુક સમય બહાર ફરીને પાછો પક્ષી જેમ પોતાના માળામાં આવે તેમ મારે વતન આવું છું. તું મારા પ્રિય મિત્ર છે, તે મારી