________________
પત્ની અને મિત્ર.
૨૩ એમજ થાઓ.” એ દુઃશિલા સુરૂપાએ તેનાં વચનને અનુમોદન આપ્યું. ક્રૂર એવી સ્ત્રીઓના ચપળ મનને ધાર થાઓ.
ત્યારથી તે દુષ્ટ ગંગદત્ત ધર્મદત્તને મારવાના ઉપાય ચિતવતે અનુકૂળ સમયની રાહ જોવા લાગ્યા.
એક દિવસ ગંગદત્તની સાથે ધર્મદત્ત રાજસભામાં ગયે. આડીઅવળી અનેક વાતચિત કરતાં રાજાએ પૂછયું–“પૃથ્વી ઉપર ભ્રમણ કરતાં કાંઈ તમે આશ્ચર્યકારી જેયું?
દેવ ! જે જે મેં આશ્ચર્ય જેવું જોયું તેમાં મને તો કાંઈ આશ્ચર્યકારી લાગ્યું નહિ, પણ મારા ઘરને વિષે થોડા યવ છે તે આશ્ચર્યકારી છે.” ધર્મદત્તે કહ્યું.
“કેવી રીતે?” રાજાએ આતુરતાથી પૂછ્યું.
“તેને વાવીને જળ સિચન કરે તો સદ્ય ઉગે છે–ફળે છે.” તેણે કહ્યું. રાજા વિસ્મય પામ્યો “ત્યારે તે, મને ઝટ બતાવો. ” રાજાએ કહ્યું. તેમની આ વાત સાંભળીને પોતાને લાગ આવ્યો જાણી વિટ એવા ગંગદને મસ્તક ધુણાવ્યું. તે જોઈ રાજાએ તેનું કારણ તેને પૂછ્યું.
શયતાનની માફક છળ પામીને ગંગદને કહ્યું. “દેવ ! અસં. બંધવાળું એવું આનું બોલવું સાંભળીને કોનું મસ્તક ન કપે ! ધનના સંનિપાતવડે કરીને એ વાતવા બોલે જાય છે; પણ ઉત્તમ બુદ્ધિવાળા આપે તેની વાત સત્ય માનવી નહિ. જે એની વાણી સત્ય હોય તો હું મારું સર્વસ્વ આપને અર્પણ કરૂં, નહિ તો બે હાથમાં ગ્રહણ કરીને એના ઘરમાંથી મારે ગસ્તે વસ્તુ હું લઈ લઉં.” - રાજાએ ધર્મદત્તના સન્મુખ નજર કરી. ધર્મદર પણ તે સરત માન્ય કરી, કેમકે યવ માટે તેને પોતાને પૂરતી ખાત્રી હતી. તેમની બન્નેની સરતમાં રાજા સાક્ષીભૂત થયો. પછી રાજાએ તેમના સત્યાસત્યની પરીક્ષા પ્રભાતે થશે, તમે તમારા યવ લાવજે.” એ પ્રમાણે કહ્યું. તે સાંભળી તે બન્ને રાજસભામાંથી રવાને થયા. પછી